નેશનલ

અમૂલે ખાસ કાર્ટૂનથી ચિનાબ બ્રિજના ઉદ્ઘાટનની ઉજવણી કરી; રેલ પ્રધાને આભાર માન્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે આર્ક બ્રિજ ચિનાબ બ્રિજ (Chenab Bridge)નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ બ્રિજને એન્જીનીયરીંગની અજાયબી ગણાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું સફળ નિર્માણ ભારતીયો માટે ગૌરવની વાત છે, એવામાં ભારતની અગ્રણી ડેરી અમુલે ચિનાબ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગની ઉજવણી ખાસ કાર્ટૂન સાથે કરી છે. ભારતના રેલ્વે પ્રધાને આ કાર્ટૂનની નોંધ લીધી અને અમુલનો આભાર માન્યો.

કાર્ટૂનમાં અમુલ ગર્લ ચિનાબ બ્રિજ સામે ઉભેલી જોવા મળે છે, આ કાર્ટૂન પર રમુજી સ્વરમાં લખવામાં આવ્યું છે ‘A Dream Railized’ (સ્વપ્ન સાકાર થયું), નીચે લખ્યું છે A ticket to great Taste (ઉત્તમ સ્વાદ માટે ટિકિટ).

રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ કાર્ટૂન તેમના X પર શેર કર્યું છે અને અમુલનો આભાર માન્યો છે.

એફિલ ટાવર કરતા પણ વધુ ઊંચાઈ:

6 જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ચિનાબ નદી પર બનેલા આ આર્ક બ્રિજની ઊંચાઈ 359 મીટર છે, જે એફિલ ટાવર કરતા પણ વધુ છે. તે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંકનો એક ભાગ છે. આ 1.3 કિલોમીટર લાંબા પુલનું બાંધકામ 2017 માં શરૂ થયું હતું.

આ પ્રોજેક્ટ માટે લગભગ 30 હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુલ પરથી 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પસાર થઈ શકે છે. આ પુલ રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા સુધીના ભૂકંપને સરળતાથી સહન કરી શકે છે. આ ઉપરાંત, બોમ્બ વિસ્ફોટ પણ આ પુલને નુકસાન પહોંચાડી શકશે નહીં.

આ પણ વાંચો….બોમ્બ વિસ્ફોટ કે ભૂકંપ પણ જેનું કશું બગાડી નહીં શકે, એ ચિનાબ બ્રિજની ખાસિયતો જાણો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button