નેશનલ

West Bengal Governor: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિરુદ્ધ છેડતીના આરોપ, પોલીસે તપાસ માટે ટીમ બનાવી

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ(C V Ananda Bose) પર રાજભવનમાં કામ કરતી મહિલાએ છેડતી અને જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે. પશ્ચિમ બંગાળ પોલીસે રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર લાગેલા આ આરોપોની તપાસ શરૂ કરી છે, તપાસ માટે પોલીસે એક ટીમની રચના કરી છે.

કોલકાતા પોલીસના સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર (DC)એ જણાવ્યું હતું કે, “એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં કેટલાક સાક્ષીઓ સાથે વાત કરીશું. ઉપલબ્ધ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવશે.”

કોલકાતામાં આવેલા રાજભવનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક મહિલાએ પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગવર્નર બોઝે આરોપોને નકારી કાઢ્યા હતા, તેમણે આ આરોપો રાજકીય હેતુઓ માટે લગાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સત્યનો વિજય થશે.

ગવર્નર હોદ્દા પર હોવાથી તેમને ફોજદારી આરોપોથી બંધારણીય સુરક્ષા મળી છે. બંધારણના અનુચ્છેદ 361 મુજબ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ હોદા પર રહેતા અદાલતમાં કંઈપણ જવાબ આપવા બંધાયેલા નથી.

કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફરિયાદની તપાસ થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…