નેશનલ

અલ્હાબાદ હાઇકોર્ટનો ચોંકાવનારો ચુકાદો; પીડિતા સાથે લગ્ન કરવાની શરતે આરોપીને જામીન આપ્યા

પ્રયાગરાજ: બાળાત્કાર જેવા જઘન્ય ગુનાના આચરનારાને કડકમાં કડક સજા મળે એ માટે માંગ થતી હોય છે, એવામાં ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે એક ચોંકાવનારો ચુકાદો આપ્યો હતો.

કોર્ટે બળાત્કાર 26 વર્ષીય આરોપીને એ શરતે જામની આપ્યા છે કે આરોપી જેલની બહાર નીકળ્યાના ત્રણ મહિનાની અંદર પીડિત મહિલા સાથે લગ્ન કરશે અને પુરાવા સાથે છેડછાડ કરશે (Allahabad High Court granted bail to rape accused) નહીં. આરોપી પર 23 વર્ષીય મહિલા પર બળાત્કાર, શોષણ અને પીડિતાના ફોટા ઓનલાઈન શેર જેવા ગંભીર આરોપ લાગવવામાં આવ્યા છે.

આપણ વાંચો: Chinese Garlic નો મુદ્દો અલ્હાબાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો, જાણો સમગ્ર વિવાદ

એક આખાબરી અહેવાલ મુજબ 20 ફેબ્રુઆરીના રોજ આ ચુકાદો આપવામાં આવ્યો હતો, જોકે આ ચુકાદાની નકલ સોમવારે ઉપલબ્ધ થઇ હતી. હાઈકોર્ટના સિંગલ-જજ બેન્ચના જસ્ટિસ કૃષ્ણ પહલે જણાવ્યું હતું, “બંધારણની કલમ 21 દ્વારા વ્યક્તિના જીવન અને સ્વતંત્રતાના અધિકારની ગેરંટી આપવામાં આવી છે, જે ફક્ત એટલા માટે છીનવી શકાય નહીં કે વ્યક્તિ પર ગુનો કરવાનો આરોપ છે, જ્યાં સુધી વાજબી શંકાથી આળગ દોષ સાબિત ન થાય ત્યાં સુધી આમ કરી શકાય નહીં.”

શું છે મામલો?

અખબારી અહેવાલમાં આપવામાં આવેલી કેસની માહિતી અનુસાર, રાજસ્થાનના સીકર જિલ્લાનો 26 વર્ષીય આરોપી પોલીસ ભરતી પરીક્ષા માટે કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતો હતો, આ જ કોચિંગ ક્લાસમાં પીડિતા પણ ભણતી હતી. મે 2024 માં, પીડિતાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફેબ્રુઆરી મહિનાથી તેના પર ઘણી વખત જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: ‘કલયુગ આવી ગયો લાગે છે’ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના જજે આવું કેમ કહ્યું

આરોપી સામે IPC કલમ 376 (બળાત્કાર), 506 (ગુનાહિત ધાકધમકી) અને IT એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી હતી. ગત 21 સપ્ટેમ્બરના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી ધકેલી દેવામાં આવ્યો હતો.

3 ઓક્ટોબર, 2024ના રોજ આગ્રા સેશન્સ કોર્ટના જજ વિવેક સાંગલ દ્વારા આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

હાઈકોર્ટમાં ફરિયાદ પક્ષની દલીલ:

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે આરોપીએ મહિલાને યુપી પોલીસ વિભાગમાં નોકરીનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આરોપીએ કથિત રીતે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના અંગત વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કરવા ધમકી આપીને ₹9 લાખની માંગ કરી હતી.

અખબારી અહેવાલ મુજબ બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું, “કોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતોનું મારા ક્લાયન્ટ દ્વારા પાલન કરવામાં આવશે. મહિલાને જાણ કરવામાં આવશે અને કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.”

અગાઉ પણ આવો જ ચુકાદો આપવામાં આવ્યો હતો;

આવો કેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ બન્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે સગીરા પર બળાત્કારના આરોપીને જામીન આપ્યા હતા. આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવા અને તેના નવજાત બાળકની સંભાળ રાખવાની કોર્ટને ખાતરી આપ્યા બાદ આ જામીન આપવામાં આવ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button