એલર્ટઃ મહારાષ્ટ્રના Orange City માટે સંશોધકોએ કર્યો ચોંકાવનારો દાવો
નાગપુર: શિયાળો વિદાય લઇ રહ્યો છે અને અમુક શહેરોમાં તો ઘણા દિવસ પહેલા જ શિયાળાની એક્ઝિટ થઇ ચૂકી છે ત્યારે મહારાષ્ટ્રના ઓરેન્જ સિટી માટે સંશોધકોએ સૌથી મોટો દાવો કર્યો હતો. નાગપુર શહેર દેશના સૌથી ગરમ હવામાનવાળા શહેરોમાંનું એક હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું.
સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે દરરોજ નાગપુર શહેરમાં તાપમાન 0.5 ડિગ્રી સેલ્શિયસ તાપમાન વધી રહ્યું છે. વર્ષ 1969થી 2015 સુધી દરરોજ શહેરના તાપમાનમાં 0.5 ડિગ્રી સેલ્શિયસનો વધારો થઇ રહ્યો હોવાનું આ અભ્યાસમાં જણાયું હતું. આ તાપમાન વધીને 39.05 ડિગ્રીથી વધીને હવે 40 ડિગ્રી સેલ્શિયસ થઇ ગયું છે.
આ સિવાય, હીટવેવ એટલે કે તાપમાન જ્યારે 45 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચ્યું હોય તેવા દિવસોની સંખ્યા પણ વધી ગઇ છે. 1969માં 45 ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ તાપમાન રહ્યું હોય તેવા દિવસોની સંખ્યા છ હતી, જે 2015માં વધીને 12 સુધી થઇ ગઇ હતી. એટલે કે તેમાં બમણો વધારો જોવા મળ્યો હતો.
આ સિવાય ભીષણ ગરમી હોય તેવા દિવસોની સંખ્યા પણ નાગપુરમાં વધેલી જોવા મળી છે. એટલે કે 47 ડિગ્રી કરતાં વધુ ગરમી હોય તેવા દિવસો પણ 2005 બાદ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શહેરનું ઓછામાં ઓછું તાપમાન પણ વધ્યું છે અને 32 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું છે. એટલે કે ગરમીના પ્રમાણમાં વધારો તો ચિંતાજનક છે જ, પણ ઠંડીના દિવસોમાં તાપમાનનો પારો નીચે જતા પણ અટકી રહ્યો છે, જેવું જણાય છે.