દિલ્હી બ્લાસ્ટ: અલ ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ, AIUએ કરી મોટી કાર્યવાહી

નવી દિલ્હીઃ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કેસ મુદ્દે એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઈયુ)એ સૌથી મોટી કાર્યવાહી કરતા ફરિદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીની મેમ્બરશિપ કેન્સલ કરી છે. ઈન્ડિયન યુનિવર્સિટી એસોસિયેશનને પત્ર લખીને યુનિવર્સિટીને આ માહિતી આપી છે. સંઘે અલ ફલાહ યુનિવર્સિટીને એઆઈયુનો લોગો હટાવવા જણાવ્યું છે. ઈન્ડિયન યુનિવર્સિટીઝને એમ પણ કહ્યું છે કે એઆઈયુનું નામ અને લોગોનો ઉપયોગ કરવો નહીં.
સંગઠને જણાવ્યું છે કે યુનિવર્સિટીનું સભ્યપદ રદ્દ કરવામાં આવે છે, કારણ કે યુનિવર્સિટીની સ્થિતિ યોગ્ય જણાતી નથી. એઆઈયુએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે નિયમ અનુસાર અત્યાર સુધીમાં જે કોઈ યુનિવર્સિટી સારી સ્થિતિમાં ના હોય એને સભ્ય માનવામાં આવશે નહીં. આ જ કારણસર હરિયાણાના ફરિદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ તત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ: અલ ફલાહ યુનિવર્સિટીમાંથી આતંકવાદી શાહિનની વધુ એક ‘બ્રેન્ઝા’ કાર જપ્ત
યુનિવર્સિટીના તમામ રેકોર્ડ્સની ફોરેન્સિક તપાસ થશે
સભ્યપદ રદ કરવાને કારણે એઆઈયુનો લોગોનો પણ ઉપયોગ કરી શકશે નહીં. એના સિવાય એઆઈયુના લોકોને પણ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પરથી તાત્કાલિક હટાવી દેવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે પણ અલ ફલાહ યુનિવર્સિટીના તમામ રેકોર્ડ્સ ફોરેન્સિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી વિસ્ફોટ પછી યુનિવર્સિટીની કામગીરી અત્યારે સકંજામાં આવી છે, કારણ કે તેનો સંબંધ શંકાસ્પદ આતંકવાદીઓ સાથે છે. એના સિવાય સૂત્રોએ જણાવ્યું છે કે સરકારે ઈડી અને સહિત અન્ય એજન્સીને યુનિવર્સિટીની લેણદેણ મુદ્દે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.



