અખિલેશ યાદવ પાસે કુલ 42 કરોડની સંપત્તિ, પત્ની ડિમ્પલ પાસે રૂ. 60 લાખની જ્વેલરી
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરૂવારે કન્નોજ સીટથી ઉમેદવારી પત્ર ભર્યું છે, તેમના નામાંકન પત્ર સાથે દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ અખિલેશના પરિવાર પાસે કુલ 42 કરોડની સંપત્તિ છે, તે ઉપરાંત તેમની સામે 3 કેસ ચાલી રહ્યા છે. એફિડેવિટ મુજબ તેમની પાસે 25 લાખ 61થી વધુની રોકડ પણ છે, જ્યારે તેમની પત્ની ડિમ્પલ યાદવ પાસે 5 લાખ 72 હજારથી પણ વધુની રકમની રોકડ પણ છે.
તે ઉપરાંત અખિલશ પાસે 2 કરોડ 30 લાખ રૂપિયાની એફડી પણ છે, જ્યારે ડિમ્પલ યાદવ પાસે 76 લાખથી વધુની એફડી છે. અખિલેશના સેવિંગ એકાઉન્ટમાં 1 કરોડ 49 લાખથી વધુની રકમ જમા છે, અને ડિમ્પલ યાદવના 6 સેવિંગ ખાતામાં 3 કરોડ 16 લાખથી વધુની રકમ જમા છે.
આપણ વાંચો: સપાના પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજથી જ લડશે ચૂંટણી, કાકા રામ ગોપાલે કરી જાહેરાત
અખિલેશ યાદવે તેમના પિતા સ્વ. મુલાયમ સિંહ યાદવ અને પત્ની ડિમ્પલ યાદવને 54લાખ રૂપિયાથી વધુની લોન આપી છે. તેમણે ખેતી અને લોક કલ્યાણના કાર્યોને તેમની આવકના સ્ત્રોત તરીકે દર્શાવ્યા છે. તેમની પાસે 17 એકરથી વધુ ખેતીની જમીન છે.
અખિલેશ પાસે સોના-ચાંદીના દાગીના કે અન્ય કોઈ ચીજવસ્તુઓ નથી, તેની પાસે લગભગ 60 લાખ રૂપિયાની જ્વેલરી છે. તેની પાસે 76 હજાર રૂપિયાથી વધુની કિંમતનો મોબાઈલ ફોન, 5.34 લાખ રૂપિયાની જીમ મશીન અને 1.60 લાખ રૂપિયાની ક્રોકરી છે.
અખિલેશ પાસે સોના-ચાંદીના દાગીના કે અન્ય કોઈ ચીજવસ્તુઓ નથી. જો કે પત્ની ડિમ્પલને જ્વેલરીનો ભારે શોખ છે. તેની પાસે લગભગ 60 લાખ રૂપિયાની જ્વેલરી છે, તથા તેની પાસે 2.774 કિલોથી વધુ સોનાના દાગીના છે, જેની કિંમત 59,76,687 રૂપિયા છે. આ સિવાય તેની પાસે 203 ગ્રામ મોતી પણ છે.