દિલ્હીની હવાઈ મુસાફરી માત્ર રૂ. 999માં! | મુંબઈ સમાચાર

દિલ્હીની હવાઈ મુસાફરી માત્ર રૂ. 999માં!

આજથી આ એરપોર્ટ પરથી શરૂ થશે ફ્લાઈટ્સ

ભટિંડા (પંજાબ):ભટિંડાના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ફરી એકવાર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. એવું જાણવા મળ્યું છે કે મંગળવારથી જ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી રહી છે. જોકે, શેડ્યૂલમાં એક-બે દિવસ મોડું થઈ શકે છે. ઓથોરિટી દ્વારા એરપોર્ટ પર ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉડ્ડયન વિભાગે ભટિંડા-દિલ્હી રૂટ પર હવાઈ સેવા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. એરલાઈને હજુ સુધી આ રૂટ માટે કોઈ ભાડું નક્કી કર્યું નથી, જ્યારે સૂત્રોનું કહેવું છે કે ભટિંડા-દિલ્હી રૂટનું ભાડું 999 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

ધનીય છે કે આ પહેલા પણ ભટિંડા-દિલ્હી હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી જે 2020 દરમિયાન બંધ કરવામાં આવી હતી. હવે હવાઈ સેવા ફરી શરૂ કરવામાં આવી રહી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Back to top button