દિલ્હી વાયુ પ્રદૂષણ બન્યું જીવલેણ! દર 7માંથી 1 મોતનું કારણ, હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા માંગ

દિલ્હી: શિયાળાની ઋતુ શરુ થતાની સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર વધવા લાગે છે. એવામાં એક એહવાલમાં વાયુ પ્રદુષણની દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય પર થઇ રહેલી ગંભીર અસર અંગે એક ચિંતાજનક માહિતી આપવામાં આવી છે. વર્ષ 2023 માં દિલ્હીમાં થયેલા કુલ મૃત્યુમાંથી લગભગ 15 ટકા મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થયા હતાં, આમ દિલ્હીમાં આરોગ્ય માટે સૌથી મોટું જોખમ વાયુ પ્રદુષણ રહ્યું હતું.
તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટાના આધારે ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ દિલ્હીમાં એક વર્ષમાં લગભગ 17,188 મૃત્યુ પાર્ટીક્યુલર મેટર(PM2.5) પ્રદૂષણમાં લાંબા ગાળા સુધી રહેવાને કારણે થયા હતાં, એટલે કે દિલ્હીમાં દર સાતમાંથી એક મૃત્યુ પ્રદુષણને કારણે થયું હતું.
હાઈ બ્લડ પ્રેશર વધુ જોખમ વાયુ પ્રદુષણથી:
GBDના અહેવાલ મુજબ તંત્રએ એર ક્વોલિટી મેનેજમેન્ટ માટે ઘણી યોજનાઓ લાગુ કરી હોવા છતાં વાયુ પ્રદૂષણ સંબંધિત મૃત્યુ 2018 માં 15,786 હતાં એ વધીને 2023 માં 17,188 થયા. આ જ સમયગાળા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સાથે સંકળાયેલા મૃત્યુમાં પણ વધારો થયો હતો, પરંતુ તેને કારણે થયેલા મૃત્યુ વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુ કરતા તે ઓછા રહ્યા.
આરોગ્ય કટોકટી જાહેર કરવા માંગ:
GBD ડેટાનું એનાલિસિસ કરનારા સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) ના જણાવ્યા મુજબ આ તારણો દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ માત્ર પર્યાવરણીય અસુવિધા નહીં, પણ તાત્કાલિક ધોરણે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવે.
બીજી તરફ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ થવાની સાબિતી આપતા કોઈ પરાવા મળ્યા નથી.
આપણ વાંચો: ગુજરાત હાઇ કોર્ટે બુટલેગર વિજુ સિંધીને આપ્યો ઝટકો, દુબઈથી પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો



