દિવાળી પહેલા દિલ્હી-મુંબઈની હવામાં ઝેર ઘોળાયું, આટલો AQI નોંધાયો

દિવાળી પહેલા દિલ્હી અને NCRમાં હવા ઝેરી બની છે, આજે સવારે શહેરના વાતાવરણમાં ઘેરો ધુમાડો દેખાઈ રહ્યો છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. મુંબઈમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં વધારો નોંધાયો છે.
છેલ્લા પાંચ દિવસથી દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તા બગડી રહી છે. આજે સતત પાંચમા દિવસે દિલ્હીમાં AQI “Poor” શ્રેણીમાં નોંધાયો હતો, હવે AQI “Very Poor” સ્તરની નજીક પહોંચી ગયો છે. દિલ્હીને પાસે આવેલા ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં પણ પ્રદુષણનું સ્તર વધ્યું છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આજે સવારે દિલ્હીના બારાપુલ્લા વિસ્તારમાં AQI 290 નોંધાયો હતો, જે “Poor” શ્રેણીમાં આવે છે. અક્ષરધામ વિસ્તાર AQI 426 નોંધયો હતો, જે “Sever” શ્રેણીમાં આવે છે. જ્યારે નોઈડામાં AQI 312 નોંધાયો હતો.
દિલ્હીમાં શનિવારે 24 કલાકનો સરેરાશ AQI 268 નોંધાયો હતો,પ્રતિબંધ હોવા છતાં દર વર્ષની જેમ દિલ્હીમાં ફટાકડા ફૂટી રહ્યા છે, જેને કારણે આગમી દિવસોમાં AQI 400ને પાર જઈને “Sever” શ્રેણીમાં પહોંચી શકે છે.
મુંબઈમાં વાયુ પ્રદુષણ વધ્યું:
શનિવારે મુંબઈમાં સરેરાશ AQI 136 નોંધાયો હતો, જે વધીને રવિવારે સવારે AQI 149 નોંધાયો હતો. શહેરમાં સૌથી વધુ AQI કોલાબામાં 209 નોંધાયો હતો, બાંદ્રામાં AQI 182 નોંધાયો હતો.
શિયાળો નજીક આવતા અને પવનની ગતિ ધીમી પડતાં મુંબઈમાં વાયુ પ્રદુષણ વધવાની ધારણા છે. આ સાથે દિવાળી દરમિયાન ફટાકડા ફૂટવાને કારણે અગામી ત્રણ-ચાર દિવસમાં AQI ઝડપથી વધી શકે છે.
હવાની બગડતી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતો લોકોને શક્ય હોય એટલો વખત માસ્ક પહેરવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોએ ચાલવા, દોડવા અથવા કસરત કરવા બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે.
CPCB મુજબ 0-50 ના AQI ને “Good”, 51-100 ને ” satisfactory” , 101-200 ને ” moderate”, 201-300 ને ” poor”, 301-400 ને “very poor” અને 401-500 ને “severe” શ્રેણીમાં આવે છે.
આ પણ વાંચો…દિવાળી પહેલા શહેરોમાં પ્રદૂષણ વધ્યું! દિલ્હી-NCRમાં AQI ‘ગંભીર’ સ્તરે, જાણો મુંબઈની સ્થિતિ