દિલ્હીથી તેલ અવીવ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અબુ ધાબીમાં કરી ડાઈવર્ટ, મિસાઈલ હુમલા પછી લીધો નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાના AI139 વિમાનને કાલે સવારે બેન ગુરિયન એરપોર્ટ પર ઘટેલી એક ઘટનાને ગંભીરતાથી લેતા અબુ ધાબી ડાયવર્ટ કરવામાં આવી હતી.
ફ્લાઇટ અબુ ધાબીમાં ઉતારવામાં આવી હતી, જો કે આગામી ટૂંક સમયમાં દિલ્હી પરત ફરશે. એર ઈન્ડિયાએ પોતાના મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લેતા તેલ અવીવ જતી અને આવતી તમામ ફ્લાઈટોને આગામી 6 મેં 2025 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યો છે અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આપણ વાંચો: ઈરાનમાં ઈઝરાયલના મિસાઈલ હુમલાથી શેરબજાર થયું ધડામ, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ!
બેન ગુરિયન એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓએ કર્યો હુમલો
નોંધનીય છે કે, રવિવારે ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, કે, ઇઝરાયલ આ હુમલાને રોકવામાં નાકામ રહ્યું હતું.
મિસાઇલ બેન ગુરિયન એરપોર્ટ પર પડી હતી. ઇઝરાયલ હુમલાને રોકી તો નહોતું શક્યું પરંતુ મિસાઈલ હુમલો થયા તે પહેલા એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક-ઓફને બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, હુતી વિદ્રોહીઓેએ કરેલા હુમલામાં છ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આપણ વાંચો: Israel ને હાનિ નહિ પહોંચાડી શકે ઈરાન, અમેરિકાએ તૈનાત કર્યા ફાઇટર જેટ અને યુદ્ધજહાજો
ટિકિટ રદ કરાવવી હોય તો પૂરે રિફંડ આપવામાં આવશે
આ હુમલાની ઘટનાને પહેલ એર ઇન્ડિયા દ્વારા પણ તેલ અવીવ જઈ રહેલી તમામ ફ્લાઈટોને રદ કરી દીધી છે. જેથી તારીખ 3 થી 6 મે , 2025 વચ્ચે જેટલી પણ ટિકિટનું વેચાણ કરવામાં આવેલું છે, જેથી આ ટિકિટને ફરી રિશેડ્યુલિંગ કરવા માટે છૂટ આપવામાં આવી છે, એટલું જ નહીં જો ટિકિટ રદ કરાવવી હોય તો પૂરે રિફંડ પણ આપી દેવામાં આવશે.
એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા તેમની ટોચની પ્રાથમિકતા છે અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇઝરાયલના નેતન્યાહૂએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી
ઇઝરાયલની વાત કરવામાં આવે તો, હુતી વિદ્રોહીઓએ બેન ગુરિયન એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.
નેતન્યાહૂ સાંજે 7 વાગ્યે તેમના સુરક્ષા મંત્રીમંડળ સાથે પણ બેઠક કરવાના છે તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. હુતી વિદ્રોહીઓ દ્વારા મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે, તેનો બદલો લેવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ શકે છે.



