Bangladesh Crisis: Air Indiaએ ઢાકા જતી તમામ ફ્લાઇટો કરી રદ્દ
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રાજીનામુ ધરીને દેશ છોડીને જતાં રહ્યા છે. હાલ સેનાએ દેશની સત્તાનો કબજો લઈને સ્થિતિ નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો કરી રહી છે.
બાંગ્લાદેશની વણસેલી સ્થિતિને કારણે એર ઈન્ડિયાએ તાત્કાલિક ઢાકાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. એરલાઈન્સે કહ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોને રિશેડ્યુલિંગ અને કેન્સલેશન ફી પર એક વખતનું રિબેટ આપવામાં આવી રહ્યું છે. સલામતી પ્રાથમિક છે.
એર ઈન્ડિયાએ ફ્લાઈટ્સ કરી રદ:
બાંગ્લાદેશમાં કથળી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને એર ઈન્ડિયાએ મહત્વની જાહેરાત કરી છે. તેણે ઢાકા જતી અને આવતી તમામ ફ્લાઈટ્સ તાત્કાલિક રદ કરી દીધી છે. આ નિર્ણય મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ભારે હિંસા અને હિંદુઓના ઘરોને આગચંપી વચ્ચે દેશની કમાન આર્મીના હાથમાં, કરી પ્રેસ કોન્ફરન્સ
જો કે એરલાઇન કંપની સ્થિતિ પર નજર રાખી રહી છે. ઢાકા અને ત્યાંથી મુસાફરી કરતા મુસાફરોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ કેન્સલ અથવા રિ-બુક કરવા માટે એક વખતની સુવિધા આપવામાં આવી રહી છે. વધુ માહિતી તમે 011-69329333 / 011-69329999 24/7 પર સંપર્ક કરવા અપીલ કરી છે.
સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા:
એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી શેર કરી છે. એરલાઈને કહ્યું કે મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષા તેની સૌથી મોટી પ્રાથમિકતા છે. કંપની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વધુ માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમની મુસાફરી શરૂ કરતા પહેલા એરલાઇનનો સંપર્ક કરે અને નવીનતમ અપડેટ્સ મેળવે.
ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે:
આ પહેલા 6 ઓગસ્ટ સુધી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતી તમામ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે મૈત્રી એક્સપ્રેસ, બંધન એક્સપ્રેસ અને મિતાલી એક્સપ્રેસ ચાલે છે. આ ટ્રેનો બંને દેશોના જોડાણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ બાંગ્લાદેશમાં સ્થિત વણસી રહી છે અને વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી જતાં રહ્યા છે. સેનાએ વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે.