નેશનલ

Air Indiaની ફ્લાઈટ કેન્સલ થઈ છે? આ રીતે Smartly કરો Quick Refund માટે Apply…

એક સાથે Air Indiaની 78 ફ્લાઈટ્સ કેન્સલ થઈ જતાં Air India એકદમ હેડલાઈન્સમાં આવી ગયું છે. મળી રહેલી માહિતી પ્રમાણે Airlineના કર્મચારીઓ એક સાથે બીમારીનું બહાનું આપીને સામુહિક રજા પર ઉતરી ગયા હતા અને એને કારણે એરલાઈનને એક-બે નહીં પૂરી 78 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. હવે આ બધા વચ્ચે પ્રવાસીઓને જો સૌથી મોટી ચિંતા સતાવી રહી હોય તો તે ફ્લાઈટ કેન્સલ થતાં રિફન્ડ મેળવવાની હોય.

Air Indiaએ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપીને જણાવ્યું હતું કે પ્રવાસીઓને એમનું રિફંડ મળી જશે કે પછી તેમને બીજી ફ્લાઈટમાં તેમના માટે વૈકલ્પિક ગોઠવણ કરી આપવામાં આવશે. જો તમે પણ આ 78માંથી જ કોઈ ફ્લાઈટમાં પ્રવાસ કરવાના હતા તો ચાલો તમને જણાવીએ કે તમે તમારું રિફન્ડ કેવી રીતે ક્લેઈમ કરી શકો છો.

એરલાઈન્સ દ્વારા પેસેન્જર્સને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાંથી એક વિકલ્પ અનુસાર પ્રવાસીને પૂરેપૂરું રિફંડ આપવામાં આવે. બીજું ઓપ્શન એ છે કે પેસેન્જર્સને અલ્ટરનેટિવ ફ્લાઈટ્સ ઉપલબ્ધ કરાવી આપવામાં આવે. એર ઈન્ડિયા એક્સપ્રેસ અનુસાર પેસેન્જર બંનેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકે છે. એરલાઈન્સે પ્રવાસીઓને આશ્વાસન આપ્યું છે કે પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. જો તેમને રિફન્ડ જોઈતું હશે રિફન્ડ કે પછી ફ્લાઈટ રિશેડ્યુલ કરવી હશે તો એ પણ ઓપ્શન મળશે.

એર ઈન્ડિયાના FAQ અનુસાર કોઈ પેસેન્જર ફ્લાઈટ કેન્સલ થયા બાદ જો ટિકિટ રિશિડ્યૂલ કરવા માંગે છે તો 7 દિવસની અંદરની કોઈ પણ ફ્લાઈટ પસંદ કરી શકે છે. આ માટે કંપનીની વેબસાઈટ પર જઈને તે ફ્લાઈટ રિશિડ્યૂલ માટેની રિક્વેસ્ટ કરી શકે છે. આ ઉપરાંત પેસેન્જર્સ એરલાઈનની ટીયા ચેટબોટ પર પણ આ માટે રિક્વેસ્ટ કરી શકે છે.

કોઈ પ્રવાસીને જો ફ્લાઈટ રિશિડ્યૂલ ના કરાવવી હોય અને ફૂલ રિફન્ડ જોઈતું હશે તો એ માટે પણ તેઓ રિક્વેસ્ટ કરી શકે છે. આ માટે પણ એરલાઈનની વેબસાઈટ પર જઈને કે ટીયા ચેટબોક્સ પર જઈને રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે તમારો પીએનઆર નંબર આપવો પડશે. પેસેન્જરે ટિકિટ કેશમાં લીધી હશે તો કેશમાં પૈસા તરત પાછા મળશે અને જો ક્રેડિટ કાર્ડથી બુક કરી હશે તો અઠવાડિયામાં પૈસા પાછા મળી જશે.

જો ટિકિટના રિફંડ માટે કોઈ પણ એરલાઈન્સ પ્રવાસીને હેરાન કરતી હોય તો પ્રવાસી એરલાઈન રેગ્યુલેટરને આ બાબતની ફરિયાદ કરી શકે છે. પ્રવાસીને DGCAની વેબસાઈટ https://www.dgca.gov.in/digigov-portal/ પર જવું પડશે અને અહીં જઈને પ્રવાસી સંબંધિત એરલાઈનની ફરિયાદ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button