એર ઇન્ડિયાના ડ્રીમલાઇનરનું ટેકઓફ રદ: દિલ્હીથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી…

નવી દિલ્હી: એર ઇન્ડિયાના લંડન જતા ડ્રીમલાઇનર બોઇંગ ૭૮૭-૯એ દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ રદ કર્યું હતું.
આજે દિલ્હીથી લંડન જતી ફ્લાઇટ એઆઈ૨૦૧૭ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે બેમાં પાછી ફરી હતી. કોકપીટ ક્રૂએ સંચાલન પ્રક્રિયાઓને અનુસરીને ટેકઓફ રન બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને તપાસ માટે વિમાનને પાછું લાવ્યું હતું, એમ એર ઇન્ડિયાના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું.
ફ્લાઇટ બોઇંગ ૭૮૭-૯ વિમાનથી ચલાવવાની હતી. મુસાફરોને વહેલી તકે લંડન પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાન તૈનાત કરવામાં આવી રહ્યું છે. આ અણધાર્યા વિલંબને કારણે થતી અસુવિધાને ઓછી કરવા માટે અમારા ગ્રાઉન્ડ સ્ટાફ મહેમાનોને તમામ સહાય અને સંભાળ પૂરી પાડી રહ્યા છે,” એમ નિવેદનમાં જણાવાયું છે.
બોર્ડમાં મુસાફરોની સંખ્યા વિશેની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી. તાજેતરના અઠવાડિયામાં, એર ઇન્ડિયાના વિમાનોને લગતી વિવિધ સમસ્યાઓ આવી છે, અને એરલાઇન પણ નિયમનકારી તપાસ હેઠળ આવી છે.
૧૨ જૂનના એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર બોઇંગ ૭૮૭-૮ વિમાન લંડન ગેટવિક જઈ રહ્યું હતું, જે અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ એક ઇમારત સાથે અથડાયું હતું, જેમાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો…એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો, ડીજીસીએએ નિયમ ભંગ બદલ ચાર નોટીસ ફટકારી…