નેશનલ

કેબલ TVનું અસ્તિત્વ જોખમમાં! આટલા લાખ લોકોએ ગુમાવી નોકરી, શું છે કારણ?

મુંબઈ: ઇન્ટરનેટ ક્રાંતિ પહેલા ભારતમાં ડાયરેક્ટ ટૂ હોમ(DTH) સર્વિસ અને કેબલ ટેલિવિઝન નેટવર્કની બોલબાલા હતી. હવે હાથવગા હાઈસ્પીડ ઈન્ટરનેટ અને ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ્સને કારણે DTH કંપનીઓ અને કેબલ નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને કેબલ ટેલિવિઝનના સબસ્ક્રાઈબર્સમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સબ્સ્ક્રાઇબર્સમાં તીવ્ર ઘટાડાને કારણે 2018 અને 2025 વચ્ચે અંદાજે 5,77,000 લોકોએ નોકરીઓ ગુમાવી હોવાનો અંદાજ છે.

ઓલ ઇન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન (AIDCF)એ ‘સ્ટેટ ઓફ કેબલ ડીસ્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયા’ નામનો સ્ટડી રીપોર્ટ રજુ કર્યો હતો. EY ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં ભારતના કેબલ ટેલિવિઝન ઇકોસિસ્ટમના પડકારો, વિકાસ અને ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ તથ્યો રજુ કરવામાં આવ્યા છે.

ભારતભરના 28,000 થી વધુ લોકલ કેબલ ઓપરેટરો (LCOs) પાસેથી માહિતી એકત્ર કરીને તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ચેનલ ખર્ચમાં વધારો અને અન્ય પ્લેટફોર્મ્સ તરફથી સ્પર્ધાને કારણે કેબલ ટીવી સબ્સ્ક્રિપ્શનમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે ઘણી નોકરીઓ સંકટમાં છે.

સબ્સ્ક્રાઇબર બેઝમાં આટલો ઘટાડો:

રીપોર્ટમાં જણાવ્યા મુજબ કે પે-ટીવી સબ્સ્ક્રાઇબર બેઝ 2018 માં 151 મિલિયનથી ઘટીને 2024 માં 111 મિલિયન થઈ ગયો છે અને 2030 સુધીમાં તે વધુ ઘટીને 71-81 મિલિયનની વચ્ચે થવાની ધારણા છે.

રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2018 થી ચાર ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) કંપની અને દસ મોટા કેબલ ટીવી પ્રોવાઇડર્સની એકંદર આવક 16% થી વધુ ઘટી હતી, જ્યારે તેમના માર્જિનમાં 29% નો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2019 માં, તેમની સંયુક્ત આવક ₹25,700 કરોડ હતી, જે FY24 માં ઘટીને ₹21,500 કરોડ થઈ ગઈ.

લાખો લોકોએ નોકરી ગુમાવી:

અભ્યાસ માટે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 28,181 સ્થાનિક કેબલ ઓપરેટરો (LCO) પાસેથી ઇનપુટ્સ લેવામાં આવ્યા હતા. સર્વે કરવામાં ભાગ લેનારા ઓપરેટરોએ વર્ષ 2018 વર્કફોર્સમાં 31% ઘટાડો કર્યો છે, જે 37,835 નોકરીઓનું નુકસાન દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે અંદાજ લગાવવામાં આવે તો વર્કફોર્સમાં 14,000 થી 195,000 ઘટાડો કરવામાં આવ્યો હોઈ શકે છે.

વધુમાં, 2018 થી લગભગ 900 મલ્ટી સિસ્ટમ ઓપરેટર(MSO) અને 72,000 LCO બંધ થવાનેકારણે કુલ 577,000 લોકોએ નોકરી ગુમાવી છે.

આ પણ વાંચો…..એનએસડીથી OTT સુધીની સફર: ‘કરમચંદ’થી ‘મકબૂલ’ સુધીની પંકજ કપૂરની અભિનય યાત્રા રહી રંગીન, જાણો ઉતારચઢાવ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button