નેશનલ

ભારતીય સેનાની શક્તિમાં વધારો: દુશ્મનની ઓળખ કરીને ટાર્ગેટ મારશે, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ ભારતીય સેના અત્યારે પોતાની સૈન્ય તાકાત મજબૂત કરવા માટે બહોળા પ્રમાણમાં ખર્ચ કરી રહી છે. ભારતે વધુ એક મોટું પગલું ભર્યું છે.

દેહરાદૂન સ્થિત BSS મટિરિયલ કંપનીએ 14000 ફૂટની ઊંચાઈએ તેની નવી AI-આધારિત સ્વાયત્ત ઘાતક શસ્ત્ર પ્રણાલી, નેગેવ LMGનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય સેનાના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેથી હવે ભારતની સૈન્ય તાકાતમાં ફરી વધારો થયો છે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂરનો નવો ખુલાસો: ભારતીય સેનાએ બ્રહ્મોસ અને ક્રિસ્ટલ મેજ મિસાઈલથી પાકિસ્તાનની ઊંઘ કરી હતી હરામ

સ્વાયત્ત ઘાતક શસ્ત્ર પ્રણાલી મહત્વની વિગતો

સ્થાન: 14,000 ફૂટની ઊંચાઈએ મુશ્કેલ સરહદી વિસ્તારોમાં
આનો ઉદ્દેશ્ય: શસ્ત્રની કાર્યક્ષમતા અને ચોકસાઈનું મૂલ્યાંકન કરવું

ટેકનોલોજી: આ શસ્ત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ છે, જે દુશ્મનોને ઓળખી શકે છે. તે પોતાની મેળે ગોળીબાર કરી શકે છે, જેથી હવે દુશ્મનોને સીધો ઠાર કરવામાં આવશે
સહયોગ: ભારતીય સેના અને દેહરાદૂનની BSS મટિરિયલ કંપનીએ સંયુક્ત રીતે આ પરીક્ષણ કર્યું

આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ હથિયાર હવે ભારતના સરહદી વિસ્તાર વધારે મજબૂત કરશે. યુદ્ધ જેવી સ્થિતિમાં આ ટેકનોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. જ્યા આપણાં સૈનિકો માટે જોખમ હોય તે જ્યારે આ હથિયારનો ઉપયોગ કરી શકાશે.

આપણ વાંચો: સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન્સ તૈનાત કરવામાં આવી ન હતી! મુખ્ય ગ્રંથીએ ભારતીય સેનાના દાવાને ફગાવ્યા

નોંધનીય છે કે, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલને મજબૂત બનાવવા માટે આવા પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. આ પરીક્ષણ ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં માટે અતિમહત્વનું ગણી શખાય છે.

દરેક બાબતમાં અત્યારે AI આવ્યું છે તો હવે દેશની સુરક્ષા કરવા માટે પણ AIનો ઉપયોગ થવો જરૂરી છે. આ AI-સક્ષમ શસ્ત્રો આપણી ભારતીય સેનાને વધુ મજબૂત બનાવશે અને સરહદો પર સુરક્ષા વધારી શકાશે.

આપણ વાંચો: વેસ્ટર્ન કમાન્ડ – ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો, જુઓ…

પ્રતિ મિનિટે 850 થી 1050 રાઉન્ડ ફાયરિંગ કરવાની ક્ષમતા

આ AI હથિયારની વાત કરવામાં આવે તો, આ દુનિયાની સૌથી ખતરનાક મશીનગનમાંથી એક છે. આનું વજન 7.65 કિલો છે. તેમાં 5.56x45mm નાટો મેગેઝિન લાગે છે. તે ગેસ સંચાલિત રોટેટિંગ બોલ્ટ ટેકનોલોજી પર કામ કરે છે.

આ મશીનગથી એક જ વખતમાં 850 થી 1050 રાઉન્ડ પ્રતિ મિનિટના દરે ફાયર કરી શકાય છે. ગોળીઓ 915 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દુશ્મનનો નાશ કરવા માટે સક્ષમ છે.

આ મશીનગનની ફાયરિંગ રેન્જ 300 થી 1000 મીટર છે. તે મહત્તમ 1200 મીટર સુધી ફાયર કરી શકે છે. તેમાં 150 થી 200 રાઉન્ડનો બેલ્ટ અથવા 35 રાઉન્ડનો મેગેઝિન ફીટ કરી શકાય છે. આ મશીનગન હવે AI દ્વારા ફાયરિંગ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button