Comedian Kabir Singh of AGT Passes Away at 39
ઇન્ટરનેશનલનેશનલ

ભારતને ગૌરવ અપાવનાર કોમેડિયન Kabir’Kabeezy’Singh નું 39 વર્ષે અચાનક નિધન

નવી દિલ્હી : ભારતને ગૌરવ અપાવનાર પ્રખ્યાત કોમેડિયન અને ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ સ્ટાર કબીર ‘કબીજી’ સિંહનું (Kabir’Kabeezy’Singh)39 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા અને હાસ્ય કલાકારનો મૃતદેહ તેના સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયાના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસ તેના આકસ્મિક મૃત્યુની તપાસ કરી રહી છે. જોકે તેના એક મિત્રએ જણાવ્યું હતું કે તે ઊંઘમાં મૃત્યુ પામ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે કબીરનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. પરિવાર અને પોલીસ અધિકારીઓ ટોક્સિકોલોજી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

કબીર ‘કબીજી’ સિંહનું 39 વર્ષની વયે નિધન

કબીર સિંહનું સાન ફ્રાન્સિસ્કો માં અવસાન થયું હતું. ‘ફેમિલી ગાય’માં તેમની ભૂમિકા માટે પ્રખ્યાત તેમણે 2021 માં ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’ સાથે જબરદસ્ત ખ્યાતિ પ્રાપ્ત કરી હતા. જ્યાં તેમણે ભારતને ગૌરવ અપાવીને પોતાની ઓળખ બનાવી. આ શોમાં તે સેમીફાઈનલમાં પહોંચ્યો હતો અને તેના કામ માટે તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જાદુગર ડસ્ટિન ટેવેલા અમેરિકાની ગોટ ટેલેન્ટની સિઝન 16નો વિજેતા હતો.


Also read: ખેડૂતો  માર્ચ  મુદ્દે કોંગ્રેસ નેતા Rahul Gandhi નું નિવેદન, કહ્યું  અન્ન દાતા..


દિવંગત કોમેડિયનને શ્રદ્ધાંજલિ પોસ્ટથી સોશિયલ મીડિયા છલકાયુ

દિવંગત કલાકારના મિત્ર જેરેમી ક્યુરીએ ખુલાસો કર્યો છે કે કબીરનું મૃત્યુ ઊંઘમાં જ થયું હતું. તેણે ફેસબુક સ્ટોરી પર એક નિવેદન દ્વારા આ માહિતી શેર કરી છે. કબીર સિંહના નજીકના મિત્ર જેરેમી કરીએ પણ ફેસબુક પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કબીર ‘કબીજી’ સિંહના નિધનના સમાચાર આવતા જ કોમેડી જગતના લોકો અને તેમના ચાહકો આઘાતમાં છે. દિવંગત કોમેડિયનને શ્રદ્ધાંજલિ પોસ્ટથી સોશિયલ મીડિયા છલકાઈ ગયું હતું. સ્ટેન્ડ-અપ મારિયો સાલાઝારે પણ તેમની ભૂતપૂર્વ પોસ્ટમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.


Also read: રતલામના વાયરલ વિડીયો પર ઓવૈસીએ કહ્યું “યુવકમાં ભાજપના નેતા બનવાના તમામ ગુણ”


કોમેડિયન કબીર સિંહ કોણ હતા ?

પોર્ટલેન્ડમાં ભારતીય માતા-પિતાના ઘરે જન્મેલા કબીર સિંહને કોમેડી પ્રત્યેનો લગાવનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે તેઓ માત્ર નવ વર્ષના હતા અને તેમનો પરિવાર મુંબઈ પરત આવ્યો હતો. કબીરને ઘણીવાર અમેરિકન બાળક હોવાના કારણે ચીડવવામાં આવતો હતો અને તેથી તેણે વાતચીત કરવા માટે ત્રણ અલગ-અલગ ભાષાઓમાં નિપુણતા મેળવી હતી. 13 વર્ષની ઉંમરે તેઓ પાછા અમેરિકા ગયા. ભારતીય-અમેરિકન હોવાને કારણે તે બંને દેશોમાં પોતાની કોમેડી માટે ચર્ચામાં રહ્યા હતા.

Back to top button