નેશનલ

Agriculture Budget: ધરતીપુત્રોને બજેટમાં શું મળ્યું? કપાસની ખેતી કરતાં ખેડૂતોને થશે આ લાભ

Budget 2025: નાણા પ્રધાન નિર્મલા સીતારામને (FM Nirmala Sitharaman) આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખેડૂતો માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. જે અંતર્ગત બિહારમાં મખાના બોર્ડની (Makhana Board) સ્થાપના કરવામાં આવશે. જેનાથી મખાનાના ઉત્પાદન, પ્રોસેસિંગ, વેલ્યુ એડિશનમાં મદદ થશે. આ બોર્ડ બનવાથી બિહારમાં મખાનાની ખેતી કરતાં ખેડૂતોને ફાયદા થશે, તેમની આવક વધશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

કપાસનું ઉત્પાદન વધારવામાં આવશે

કપાસનું ઉત્પાદન વધારવા માટે સરકારે 5 વર્ષનું મિશન નક્કી કર્યું છે. આ મિશનથી દેશનો કપડાં ઉદ્યોગ મજબૂત થશે. સરકાર કૃષિ ઉત્પાદન વધારવા પર ભાર મૂકી રહી છે. આ કારણે આગામી 5 વર્ષ વિકાસનો મોકો છે. કપાસની માંગ વધતા ભાવ પણ સારા મળશે, જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો પણ થશે.

આપણ વાંચો: પીએમ મોદીએ બજેટ બાદ નિર્મલા સીતારામનને શું કહ્યું? જાણા માયાવતીથી લઈ અમિત શાહની પ્રતિક્રિયા

પીએમ ધન ધાન્ય યોજનાથી આ જિલ્લાના ખેડૂતોને લાભ થશે

100 જિલ્લામાં પીએમ ધન્ય ધાન્ય યોજના (PM Dhan Dhanya Yojana) શરૂઆત કરવામાં આવશે. ઓછી આવક ધરાવતાં જિલ્લામાં આ યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી 1.70 કરોડ ખેડૂતોને લાભ થશે. ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવશે. દાળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો છે. માછલી ઉત્પાદનને પ્રોત્સાહન આવામાં આવ્યું છે. ડેરી અને મત્સ્ય પાલન માટે 5 લાખ સુધીનું ઋણ આપવામાં આવશે.

સી-ફૂડ ઈન્ડસ્ટ્રીને થશે આ લાભ

નાણા પ્રધાન બજેટ રજૂ કરતી વખતે કહ્યું, સરકાર ટકાઉ મત્સ્ય પાલન (ફિશરીઝ) માટે એક વિશેષ રૂપરેખા તૈયાર કરશે. આ યોજનામાં અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

આપણ વાંચો: Union Budget 2025: બજેટમાં શું થયું સસ્તું? જાણો એક ક્લિકમાં

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે અને સી ફૂડ નિકાસનું મૂલ્ય 60,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. સરકારનું લક્ષ્ય વિશેષ આર્થિક ક્ષેત્ર તથા ઉચ્ચ સમુદ્રી ક્ષેત્રોમાં માછલી ઉત્પાદનને નવી ઊંચાઈ સુધી પહોંચાડવાનું છે. તેનાથી સી-ફૂડ ઈન્ડસ્ટ્રીને મજબૂતી મળશે અને દેશના માછીમારોને નવી તક મળશે.

કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ

નિર્મલા સીતારામને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન લેવાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. જે હાલ 3 લાખ રૂપિયા છે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની માંગ લાંબા સમયથી કરવામાં આવતી હતી. આ જાહેરાતથી ખેડૂતોને ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને જોરદાર ફાયદો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button