કાશ્મીરમાં કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવનાર બે આરોપીઓ સામે…

શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ હિંસા અને આતંક દ્વારા જમ્મુ અને કાશ્મીરની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના ષડયંત્રના કેસમાં એક પાકિસ્તાની નાગરિક સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ કરાયેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ઉબેદ મલિક અને મુહમ્મદ દિલાવર ઈકબાલ તરીકે કરવામાં આવી છે. જેઓ પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા કાશ્મીરના રહેવાસી છે.
જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા દળો પર હુમલો કરવાના ગુનામાં અને બીજી અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. તેમજ જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર અલ્વીના નજીકના સાથી દિલાવર અને આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગીઓ દ્વારા આ પ્રદેશમાં આતંકવાદ ફેલાવવા માટે કાશ્મીરી યુવાનોને ઉશ્કેરતા હતા.
બંને આરોપીઓ પર IPC, 1860ની કલમ 120B અને 121A અને UA (P) એક્ટ, 1967ની કલમ 18, 18B, 20 અને 38 હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. તે જમ્મુ અને કાશ્મીરમાં સ્ટીકી બોમ્બ, આઈઈડી અને નાના હથિયારો વડે હિંસા ફેલાવવા અને આતંકવાદી હુમલાઓ કરવા માટેના આરોપસર આ કલમો લગાવવામાં આવી છે.