નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

દિલ્હી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ, લવલીના રાજીનામા બાદ ખડગેએ આ નેતા પર વિશ્વાસ મુક્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રવિવારે રાજીનામું આપી દેતા(Arvinder Singh Lovely resiged ) કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના રાજીનામાંના બે દિવસ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેવેન્દ્ર યાદવ(Devendra Yadav)ને દિલ્હી કોંગ્રેસ(Delhi Congress)ના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. દેવેન્દ્ર યાદવ પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રભારી પણ છે.

એક નિવેદન બહાર પાડીને કોંગ્રેસે કહ્યું, “માનનીય કોંગ્રેસ અધ્યક્ષે શ્રી દેવેન્દ્ર યાદવને તાત્કાલિક અસરથી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પંજાબ માટે AICC પ્રભારી તરીકેની તેમની ભૂમિકા ચાલુ રાખશે.”

દેવેન્દ્ર યાદવ કોંગ્રેસના પ્રભાવશાળી નેતા છે. તેઓ બે વખત દિલ્હીની બદલી વિધાનસભા બેઠક પરથી વિધાનસભ્ય તરીકે પણ ચૂંટાયા છે. દેવેન્દ્ર યાદવ કોંગ્રેસ વર્કિંગ કમિટીના કાયમી સભ્ય પણ છે. દેવેન્દ્ર યાદવ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2015ની ચૂંટણીમાં તેઓ બદલી વિધાનસભા બેઠક પરથી બીજા સ્થાને રહ્યા હતા જ્યારે 2020ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા.

આપણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો, IT વિભાગની કાર્યવાહી અટકાવવાની અરજી ફગાવી

અરવિંદર સિંહ લવલીએ 2024ની લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અને ઉમેદવારોની પસંદગીથી નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું, “પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગરિમા જાળવી રાખવાની જરૂર છે. સત્તાવાર રીતે ઉમેદવારોની ઘોષણા કરતા પહેલા, ઓછામાં ઓછું પીસીસીને જાણ કરવામાં આવી હોવી જોઈએ, પરંતુ હાઈકમાન્ડે તેમ કર્યું નહીં.”

તેમણે કહ્યું કે “હું પીસીસી પ્રમુખ તરીકે આ રીતે કામ નહીં કરી શકું, પરંતુ જો તેઓ મને પરવાનગી આપે તો હું કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરવા તૈયાર છું.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button