ટ્રમ્પ પર હુમલા બાદ કેનેડાના વડાપ્રધાનને એક સાંસદની સલાહ “આવનાર સમયમાં કેનેડામાં પણ થશે આવા હુમલાઓ.
ઓટ્ટાવા: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલા બાદ ભારતીય મૂળના કેનેડાના સાંસદે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જે રીતે કેનેડામાં ખાલિસ્તાનીઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે અને તેને ભારતના પૂર્વ વડાપ્રધાનની હત્યાની ઉજવણી કરવાની આઝાદી આપવામાં આવી રહી છે, તે આવનાર સમયમાં ખતરાની નિશાની છે. આવનારા સમયમાં કેનેડામાં આવા હુમલાઓ પણ થઈ શકે છે.
ખાનગી મીડિયાના રિપોર્ટ અનુસાર રવિવારે લિબરલ પાર્ટીના કેનેડાના સાંસદ ભારતીય મૂળના સાંસદ ચંદ્રા આર્યએ X પર પોસ્ટ કરીને તેમાં લખ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કેનેડાના રાજનેતાઓ માટે એક કઠોર ચેતવણી છે. આ સાથે જ તેમણે કેનેડાના સાંસદને જસ્ટિન ટ્રુડોની સરકારને પણ સલાહ આપી હતી.
તેમણે સરકારને સલાહ આપતા કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકો દ્વારા જાહેરમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી તેની નિંદા કરવી જોઈએ. આ સાથે જ બીજી સલાહ આપતા કહ્યું હતું કે તે રેલીઓ અને કાર્યક્રમોમાં હાજરી આપવાનું બંધ કરો જ્યાં કેનેડાના ઇતિહાસની સૌથી મોટી આતંકવાદી ઘટના એર ઈન્ડિયા બોમ્બ ધડાકાની ઉજવણી કરવામાં આવે છે અને આ હુમલા માટે જવાબદાર ખાલિસ્તાની આતંકવાદીઓના ગુણગાન ગાવામાં આવે છે. આ સિવાય ત્રીજી બાબત એ છે કે હિંદુ-કેનેડિયનોને નિશાન બનાવી રહેલા ખાલિસ્તાનીઓને બહાર કાઢવા જોઈએ.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથે બચાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ: ઇસ્કોન
હકીકતમાં, 9 જૂન, 2024 ના રોજ, ગ્રેટર ટોરોન્ટો એરિયા અથવા જીટીએના બ્રામ્પટનમાં યોજાયેલી પરેડમાં એક ઝાંખી બતાવવામાં આવી હતી. ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના તેમના અંગરક્ષકો સાથે તેમના પર ગોળીબાર કરતા તેમના પૂતળાને દર્શાવવામાં આવ્યું હતું. અહી અમુક પોસ્ટરો પણ બતાવવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે સજા 31 ઓક્ટોબર, 1984ના રોજ તેના કામની તેને સજા આપવામાં આવી હતી. 31 ઓકરોબરના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.