નેશનલ

છત્તીસગઢના સીએમની જાહેરાત પછી આ બે ડેપ્યૂટી સીએમના નામ ચર્ચામાં

…તો આ તારીખે શપથવિધિ યોજી શકાય

રાયપુર/નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક અઠવાડિયા પછી વાજતેગાજતે નવા મુખ્ય પ્રધાનના નામ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મહોર મારવામાં આવી છે ત્યારે હવે એકસાથે બબ્બે નાયબ મુખ્ય પ્રધાનના નામ જાહેર કરવામાં આવ્યા છે. એની સાથે મંગળવાર અથવા 13મી ડિસેમ્બરના બુધવારે શપથવિધિ યોજી શકાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

છત્તીસગઢનામુખ્ય પ્રધાન તરીકે વરિષ્ઠ વિષ્ણુદેવ સાયનું નામ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ જાહેર કર્યું હતું. મીડિયા અહેવાલમાં રાજ્યમાં બે નાયબ મુખ્ય પ્રધાન (ડેપ્યુટી ચીફ મિનિસ્ટર) રાખવામાં આવશે, જેમાં અરુણ સાવ અને વિજય શર્માનું નામ જાહેર કરી શકાય છે. આ ઉપરાંત, સ્પીકર તરીકે રમણસિંહની વરણી કરવામાં આવી છે.

દરમિયાન વિષ્ણુદેવ સાયેનું નામ જાહેર કર્યા પછી વિષ્ણુદેવે કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનતા કહ્યું હતું કે સીએમ બન્યા પછી પીએમ મોદીની ગેરન્ટી પૂરી કરવાનું સૌથી પહેલું કામ હશે. 90 વિધાનસભાની બેઠકવાળા છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવીને 54 સીટ સાથે જીત મેળવી હતી, જ્યારે 35 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ ઉપરાંત, ગોંડવાની ડેમોક્રેસી પાર્ટીએ એક-એક બેઠક પર વિજય મેળવ્યો હતો.

વિષ્ણુદેવ સાય છત્તીસગઢ ભાજપના સૌથી વરિષ્ઠ નેતામાંના એક છે. તેઓ 2020-2022 સુધી છત્તીસગઢ ભાજપના પ્રમુખ હતા. શરુઆતની રાજકીય કારકિર્દી સરપંચ તરીકે શરુ કરી હતી. 2014થી લોકસભાની ચૂંટણીમાં તેમને રાયગઢ મતવિસ્તારમાંથી વિજય મળ્યો હતો, ત્યારે મોદી સરકારમાં કેબિનેટના સભ્ય હતા. 2023માં કુનકુરી વિધાનસભાના વિસ્તારમાંથી 87,604 મતથી જીત મેળવીને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણસિંહને ટક્કર આપીને સીએમ બન્યા છે.

ભાજપના વિધાનસભ્યના જૂથે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયની ચીફ મિનિસ્ટર તરીકે પસંદગી કરવામાં આવ્યા પછી હવે મુખ્ય પ્રધાન તરીકેના શપથગ્રહણનો સમારંભ 12 અથવા 13 ડિસેમ્બરે યોજવાની શક્યતા છે, પરંતુ હજુ આ મુદ્દે નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત