નેશનલ

હું રાજા રઘુવંશી ના બની જાઉ! યુવકે મહિલા વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

છતરપુર, મધ્ય પ્રદેશઃ રાજા રઘુવંશીની હત્યાનો કેસ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ સમાચાર સામે આવ્યાં બાદ અનેક લોકોમાં ડરનો માહોલ છે. યુવાનો લગ્ન કરવા માટે પણ તૈયાર નથી. તેનું એક બીજુ ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. મધ્ય પ્રદેશના છતરપુરમાં પણ આવું જ જોવા મળ્યું જ્યાં એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેને આ મહિલાથી બચાવવામાં આવે. એટલું જ નહીં પરંતુ સામે તે મહિલાએ પણ એસપી ઓફિસ જઈને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે હવે કેવી કાર્યવાહી કરવી તે પણ મૂંઝવણ છે!

તે પહેલાથી જ પરિણીત છે અને સેક્સ રેકેટમાં જેલમાં ગઈ છેઃ યુવક

પોલીસ સ્ટેશન જઈને મહિલા સામે ફરિયાદ નોંધાવનાર લકીએ કહ્યું, આ મહિલાને હું ફેસબુકથી મળ્યો હતો, પછી અમારે દોસ્તી થઈ હતી. ત્યાર બાદ તે મહિલાના કહેવાથી હું તેની સાથે રીલ બનાવવા લાગ્યો. આ મહિલાએ મારી જે ફોટો તેની સાથે હતી તે બધી ફેસબુક પર પોસ્ટ કરી દીધી હતી. જેથી અમારા ઘરવાળાને બધી જાણ થઈ ગઈ હતી. જ્યારે મે આવું કરવાની ના પાડી ત્યારે તેણે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી’. યુવકના જણાવ્યા પ્રમાણે મહિલાએ ધમકી પણ આપી હતી કે, જો તે સાથે નહીં રાખે તો તેને જેલ ભેગો કરી દેશે. જ્યારે યુવકે ના પાડી તો મહિલાએ કંઈક પી લીધું અને ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ કેસમાં તે વ્યક્તિએ આગળ કહ્યું,‘હું એવી સ્ત્રી સાથે કેવી રીતે લગ્ન કરી શકું કે જે પહેલાથી જ પરિણીત છે અને સેક્સ રેકેટમાં જેલમાં ગયેલી છે’ અમે ઇચ્છીએ છીએ કે આની તપાસ થાય અને આપણે આગામી રાજા રઘુવંશી ન બનીએ. જો કે, સામે મહિલાએ પણ આ યુવક પર આરોપ મુક્યો છે.

યુવકનો પરિવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છેઃ મહિલા

મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તે યુવકે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે તેની સાથે લગ્ન કર્યા છે પરંતુ તે તેની સાથે રહેવા તૈયાર નથી અને યુવકનો પરિવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. મહિલાએ આગળ કહ્યું, ‘તે યુવક મારા વિશે પહેલાથી જ બધું જાણતો હતો. જ્યારે તે મારી સાથે સંબંધમાં હતો, ત્યારે તેને કોઈ સમસ્યા નહોતી અને જ્યારે લગ્ન પછી ઘરે રહેવાની વાત આવે છે, ત્યારે તે મને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.’

મહિલાએ પોલીસને જણાવી પોતાના આપવીતી

ચોંકાવનારી વાત એ છે કે, મહિલાએ એમ પણ કહ્યું કે જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તેણે ગર્ભપાત કરાવ્યો હતો. જો તેને કંઈ થશે તો તેના માટે આનંદ પટેરિયા અને લકી પટેરિયા જવાબદાર રહેશે તેવું મહિલાએ પોલીસને જણાવ્યું છે. હવે આ કેસ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે કારણે કે, બન્ને વ્યક્તિએ સામ સામે કેસ નોંધાવ્યો છે. કોણ કોને ફસાવે છે અને મારી નાખવાની ધમકી આપે છે તે તપાસ થયા બાદ જાણવા મળશે.

આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યા કેસ: ‘ભાઈ બહેન’ના સંબંધ આડમાં ખેલાયો ખૂની ખેલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button