નીતીશ કુમારે લાલુ પ્રસાદ સાથે છેડો ફાડ્યા પછી દીકરીનું આવ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?

નીતીશ કુમારે આજે સવારે મહાગઠબંધન સાથેનો નાતો તોડી નાખ્યો છે અને NDA સાથે બિહારમાં ફરીવાર પોતાની આગેવાનીમાં સરકાર બનાવી રહ્યા છે. જેને લઈને અલગ અલગ રાજકીય પક્ષોથી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ બહાર આવી રહી છે. આ બધાની વચ્ચે લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આર્યાને એક ટ્વિટ કર્યું છે. જો કે આ ટ્વિટમાં કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ સમજી શકાય છે કે તેનો સીધો ઈશારો કદાચ નીતીશ કુમાર સામે જ છે.
તેને આ ટ્વિટમાં કચરા પેટી સાથેના ફોટો સાથે લખ્યું છે કે ‘કચરો ફરીથી કચરા પેટીમાં ગયો, કચરા મંડળીને બદબુદાર કચરો મુબારક’
નીતિશ કુમારના રાજીનામા પહેલા, ભાજપે પુષ્ટિ કરી હતી કે તે નીતિશની જેડીયુ અને અન્ય સહયોગીઓ સાથે રાજ્યમાં સરકાર બનાવશે. નીતિશ કુમારે રવિવારે સવારે રાજ્યપાલ રાજેન્દ્ર વી આર્લેકરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ પછી રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને નવી સરકારની રચના સુધી તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવા કહ્યું હતું.
તેવામાં આ રોહિણીનું આ ટ્વિટ ઘણું કહી જાય છે, આ સાથે AIMIM ના ચિફે પણ ટોણો મારતા કહ્યું હતું કે ‘નીતીશે ભૂતકાળમાં AIMIMને BJPની B ટિમ ગણાવી હતી. તો હવે તેઓ શું કહેશે ? અને ભૂતકાળમાં પણ નીતીશ કુમારે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે તેમ છતાં BJP સાથે છે!’