પત્નીની હત્યા બાદ મેટ્રો સ્ટેશન પર ઝંપલાવીને યુવકની આત્મહત્યા

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં ગાઝિયાબાદ મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવક પર પોતાની પત્નીની હત્યાનો શકમંદ હતો અને આ કથિત હત્યા બાદ તે છુપાતો ફરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગૌરવ શર્મા નામના આ યુવક ગુરુગ્રામના ડીએલએફ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાનો રહેવાસી આ યુવક આજે સવારે 10.30 કલાકે કૌશાંબી મેટ્રો સ્ટેશન પહોંચ્યો હતો. ગઈકાલે ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરમાં પત્ની લક્ષ્મી રાવતની કથિત રીતે ગત્યા કરીને ગૌરવ ભાગી રહ્યો હતો. બંને જણ છેલ્લાં છ મહિના પહેલાં જ આ ઘરમાં શિફ્ટ થયા હતા.
આ આખી ઘટના મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં ગૌરવ પ્લેટફોર્મની રેલિંગની નજીક ઊભેલો જોવા મળે છે અને ત્યાર બાદ તે ત્યાંથી નીચે કૂદકો મારે છે અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
કૌશાંબી મેટ્રો સ્ટેશનનું પ્લેટફોર્મ રહેવાસી વિસ્તારની નજીક આવેલું છે. ગૌરવનો મૃતદેહ મેટ્રો સ્ટેશનની નજીકની લેન પાર્કિંગ પ્લોટ પર રસ્તા પર લોહીના ખાબોચિયામાં મળી આવ્યો હતો. 23 વર્ષીય ગૌરવે કથિત રીતે લક્ષ્મીની હત્યા કરી હતી, પરંતુ હજી સુધી હત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું.
ગુરૂગ્રામ પોલીસને દંપતીનું એક વર્ષનું બાળક માતાના મૃતદેહની બાજુમાં રડતું મળ્યું હતદું. પોલીસ ગૌરવની ધકપકડ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે ગુરુગ્રામથી 30 કિલોમીટર દૂર કૌશાંબીમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.