
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટરોએ રવિવારે પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફીની ઐતિહાસિક સિદ્ધિ મેળવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે બુધવારે જે યાદગાર ચર્ચા માણી એ બાદ ભોજનના કાર્યક્રમ દરમ્યાન ખુદ મોદીએ ઈજાગ્રસ્ત ઓપનિંગ બૅટર પ્રતીકા રાવલ (Pratika Rawal)ને તેની ફેવરિટ ડિશ (Favorite dish) લાવી આપીને વિનમ્રતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું હતું.
પ્રતીકા રાવલે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમીને ભારતીય ટીમને સેમિ ફાઈનલમાં પહોંચાડવામાં કુલ 308 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે બાંગ્લાદેશ સામેની છેલ્લી લીગ મૅચમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમના ભીના મેદાન પર લપસી પડતાં તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી જેને લીધે તે સેમિ ફાઈનલ અને ફાઈનલમાં નહોતી રમી શકી. તેના સ્થાને શેફાલી વર્માને રમાડવામાં આવી હતી.
Video of the Day
— Megh Updates (@MeghUpdates) November 6, 2025
Pratika Rawal arrived in a wheelchair due to an injury.
PM Modi noticed she couldn’t take food herself — asked what she liked and personally served her. pic.twitter.com/1MgJYEDpHJ
પ્રતીકા બુધવારે વડા પ્રધાન સાથેની તેમના નિવાસસ્થાન ખાતેની મુલાકાત વખતે વ્હીલચેરમાં આવી હતી. પીએમ મોદી સાથેની બેઠક બાદ ચેમ્પિયન ખેલાડીઓને તેમની સાથે જમવાનું આમંત્રણ પણ હતું.
બધા જમી રહ્યા હતા ત્યારે મોદીએ જોયું કે પ્રતીકા પોતે વિવિધ વાનગીઓવાળા કાઉન્ટર સુધી આવી શકે એમ નથી એટલે ખુદ મોદીએ તેને તેની ફેવરિટ ડિશ કઈ એ જાણીને એ વાનગી તેને લાવી આપી હતી. સૌ કોઈ મોદીની આ નમ્રતા જોતાં રહી ગયા હતા.
આપણ વાંચો: ઓડિશામાં સાત મહિના માટે દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ: આ લુપ્તપ્રાય કાચબાના સંરક્ષણ માટે લેવાયો નિર્ણય



