
પહલગામમાં હિન્દુ હત્યાકાંડ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં કારમી હાર ખમ્યા બાદ, પણ પાકિસ્તાનમાં મિયાં પડે તોય તંગડી ઊંચી રાખવા જેવો ઘાટ છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે આર્મી ચીફ જનરલ આસીમ મુનીરને તાજેતરમાં ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપી છે.
આ સમાચાર આવ્યા બાદ જનરલ આસીમ મુનીરને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હવે આ યાદીમાં ભૂતપૂર્વ પાકિસ્તાની નાગરિક અને ભારતીય ગાયક અદનાન સામીનું નામ ઉમેરાયું છે.
આપણ વાંચો: હવે ઓપરેશન કેલર: કાશ્મીરમાં આતંકી વિરુદ્ધના સર્ચ ઓપરેશનમાં ત્રણ જણ ઠાર
ભારતીય નાગરિકત્વ સ્વીકારનાર આ ગાયકે આ મુદ્દા પર કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરી છે. તે હંમેશા પાકિસ્તાનની મજાક ઉડાવતો રહે છે અને ફરી એકવાર તેણે X પર એક રમુજી વીડિયો શેર કર્યો છે.
તેમણે એક વીડિયો શેર કરીને જનરલ મુનીર પર કટાક્ષ કરતા તેને ‘ગધેડાઓનો સરદાર’ કહ્યો છે! અદનાન સામીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું ‘ફિલ્ડ માર્શલ બન્યા પછી પાકિસ્તાન સરકારને સંબોધિત કરતી વખતે જનરલ આસીમ મુનીરે આપેલું સ્વીકૃતિ ભાષણ.
‘ વાયરલ વીડિયોમાં એક માણસ કટાક્ષમાં કહે છે ‘મારા મિત્રો, ભાઈઓ, હું ખૂબ ખુશ છું કે તમે મને તમારી સંસ્થાના વડા તરીકે પસંદ કર્યો છે. લાંબા વીડિયોની પોસ્ટ અંગે અનેક લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી છે.
આપણ વાંચો: કાશ્મીરનો પાકિસ્તાન સાથે માત્ર એક જ સંબંધઃ પાકિસ્તાનને ભારત સરકારે આપ્યો હવે આ જવાબ…
તમને જણાવી દઈએ કે અદનાન સામીનો જન્મ યુકેમાં થયો હતો. તેમના પિતા પાકિસ્તાની હતા અને માતા ભારતીય હતી. 2001માં ભારત આવ્યા પછી લગભગ એક દાયકા સુધી વિઝિટિંગ વિઝા પર અહીં રહ્યા હતા. તેમની પાસે પાકિસ્તાન અને કેનેડાની બેવડી નાગરિકતા હતી, જેને તેમણે 2016 માં છોડી દીધી અને ભારતીય નાગરિક બન્યા.
અદનાન સામી ઘણીવાર પાકિસ્તાન અને તેની સરકારની ટીકા કરે છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ પણ તેમણે પાકિસ્તાન વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી હતી. આ પહેલા પણ તેઓ ઘણી વખત પાકિસ્તાનની ટીકા કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેનો તેમનો અનુભવ બહુ સારો નહોતો.