
મુંબઈ: કંગના રનૌત (Kangana Ranaut) તેના વિવાદાસ્પદ નિવેદનોને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા કંગનાએ પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તર પર એક નિવેદન આપ્યું હતું. અખ્તરે કંગના સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં સ્થગીતિ આપવાની અરજી કંગનાએ બોમ્બે હાઇ કોર્ટ સમક્ષ કરી હતી. જોકે કંગનાની આ અરજીને હાઇ કોર્ટે ફગાવતા તેની સમસ્યા વધી છે.
કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તર પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને અખ્તરે કંગના સામે બદનક્ષીનો ગુનો દાખલ કર્યો હતો અને પછી કંગનાએ પણ અખ્તર વિરોધ ફરિયાદ કરી હતી. કંગનાએ અખ્તર પર ગુના માટે કાવતરું રચવું, છેડતી કરવી, તેની પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવો વગેરે આરોપ કર્યા હતા.
અખ્તર અને તમે જે ફરિયાદ નોંધાવી છે તે એક જ ઘટનાની છે જેથી આ મામલે બે જુદા નિર્ણય ન લેવામાં આવે અને બંને અરજી પર એક સાથે જ સુનાવણી હાથ ધરવામાં આવે એવી માગણી કંગનાએ કરી હતી.
કંગનાની આ અરજીને ફગાવતા જસ્ટિસ પ્રકાશ નાઇકની અદાલતે કે અખ્તરે કરેલા દાવા પર સુનાવણી શરૂ થઈ ગઈ છે જેથી કંગનાની માગણીને માન્ય નહીં કરી શકાય એવું કહ્યું હતું.