નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

અભિનેતા કમલ હાસની એમએનએમનું ડીએમકે સાથે ગઠબંધન પણ…

મુંબઈ: તામિલ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા કમલ હાસન (Kamal Haasan)ની રાજકીય પાર્ટી મક્કલ નિધિ મૈયમ (MNM) 2024ની લોકસભા ચૂંટણીમાં તામિલનાડુંની ડીએમકે સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં નહીં ઉતરશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

શનિવારે રાતે એમએનએમના અધ્યક્ષ કમલ હાસને એમએનએમ ડીએમકે સાથે ગઠબંધન કરશે એવી જાહેરાત કરી હતી. આ ગઠબંધન બાદ એમએનએમ લોકસભાની ચૂંટણીમાં નહીં ઉતરશે પણ ડીબીએલ 2025ની રાજ્યસભા ચૂંટણીમાં એમએનએમને સીટ આપશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

એમએનએમ અને ડીએમકે વચ્ચે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ આજે બપોરે કમલ હાસન ડીએમકેના નેતાઓને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તામિલનાડુંના મુખ્ય પ્રધાન એમકે સ્ટેલિનના વખાણ કરતાં કમલ હાસને કહ્યું હતું કે મે દેશની સેવા કરવા માટે ડીએમકે સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે મને કોઈ પણ પદનું લાલચ નથી. એમએનએમ આ ચૂંટણીમાં લોકસભામાં નહીં ઉતરશે પણ તેઓ ડીએમકેને સમર્થન આપશે એવી જાહેરાત કમલ હાસને કરી હતી.

તામિલનાડુમાં કુલ 39 લોકસભાની સીટ છે જોકે બંને પક્ષ વચ્ચે ગઠબંધન થતાં એમએનએમ પુડુચેરીથી અને 39 સીટ પર પ્રચાર કાર્યક્રમ કરશે એવી માહિતી સૂત્રોએ આપી હતી. 2018માં કમલ હાસને એમએનએમ પાર્ટીની સ્થાપના કરી હતી. 2019માં લોકસભા અને 2021માં વિધાનસભા ચૂંટણીમાં એકલા જ મેદાનમાં ઉતાર્યા હતા. જોકે બંનેમાં એમએનએમનો પરાભવ થતાં 2024માં તેમણે આ ગઠબંધન કર્યું હોવાની ચર્ચા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…