ખૈરા બાદ પંજામાં ભાજપના વિધાનસભ્ય વિરુદ્ધ કાર્યવાહી, 6 રાજ્યોમાં દરોડા
પંજાબમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ બાદ હવે બીજેપી નેતા મનપ્રીત સિંહ બાદલ વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પંજાબ વિજિલન્સ ટીમે 6 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પંજાબ ઉપરાંત વિજિલન્સ ટીમ હિમાચલ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાન પણ પહોંચી છે. તાજેતરમાં જ ભટિંડામાં પ્રોપર્ટીની ખરીદીમાં કથિત અનિયમિતતાના મામલામાં કોર્ટે મનપ્રીત બાદલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.
મનપ્રીત બાદલ વિરુદ્ધ કલમ 409, 420, 467, 468, 471, 120, 66 CI એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પંજાબના પૂર્વ પ્રધાન મનપ્રીત બાદલ વિરુદ્ધ સોમવારે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું છે. મનપ્રીત સિંહ બાદલ ઉપરાંત ભટિંડા ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA)ના પૂર્વ મુખ્ય પ્રશાસક બિક્રમજીત શેરગિલ, રાજીવ કુમાર, અમનદીપ સિંહ, વિકાસ અરોરા અને પંકજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મનપ્રીત બાદલ પર મોડલ ટાઉનમાં પ્લોટ ખરીદવામાં ગેરરીતિનો આરોપ હતો. 2021માં પૂર્વ વિધાનસભ્ય સરૂપચંદ સિંગલાએ કરેલી ફરિયાદના આધારે આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.