આસામમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં આઠનાં મોતઃ ત્રણ ઘાયલ
ગુવાહાટીઃ આસામના બજલી અને ધુબરી જિલ્લામાં આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બજલી જિલ્લામાં એક વાહન ઊભી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અન્ય એક અકસ્માતમાં ધુબરી જિલ્લાના અગોમોની વિસ્તારમાં ગેરહાટ નજીક ઊભી ટ્રક સાથે વાહન અથડાતાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બજલી અકસ્માતમાં મૃતકો ‘રાસ’ ઉત્સવને જોઇને નલબારી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભવાનીપુરમાં તેમની વાન ટ્રક સાથે અથડાઇ હતી. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આપણ વાંચો: Bharuch માં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે બાળક સહિત છના મોત, ચાર ઘાયલ
પોલીસે જણાવ્યું કે બે ઘાયલોને ફખરુદીન અલી અહેમદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. મૃતકોની ઓળખ અશિષ હબીબ ખાન, મિઝાનુર રહેમાન, રોયલ ખાન, મિઝાનુર ખાન અને મોઇનુલ હક તરીકે કરવામાં આવી છે.
ધુબરી દુર્ઘટનામાં ભોગ બનેલા લોકો ગૌરીપુરથી પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ચાલી રહેલા ‘રાસ’ મેળામાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ ધનંજ્ય રોય, વિકાસ કલિતા અને રામ રોય તરીકે કરવામાં આવી છે. જ્યારે ઘાયલ ખનિંદ્ર રોય હાલમાં ધુબરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આપણ વાંચો: કચ્છમાં અકસ્માતના વિવિધ બનાવોમાં ચારના મોત