નેશનલ

ગુજરાતથી મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત; કારચાલકનું મૃત્યુ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી પોષ પૂર્ણિમા સ્નાન સાથે મહાકુંભ મેળાનો (MahaKumbh 2025) પ્રારંભ થયો છે. આ દરમિયાન ગુજરાતથી સંગમમાં પવિત્ર ધાર્મિક ડૂબકી લગાવવા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશમાં એક અકસ્માત નડ્યો છે. ફતેહપુર જિલ્લામાં સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

શ્રદ્ધાળુઓને નડ્યો માર્ગ અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભમાં શાહી સ્નાન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આપણ વાંચો: Best Accidents: છેલ્લાં પાંચ વર્ષના બસ અકસ્માતમાં કેટલા લોકોએ ગુમાવ્યાં જીવ, જાણો?

જ્યારે કારમાં સવાર દંપતી સહિત 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની વિગતો મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતનો ભોગ બનનારા ગુજરાતી

અકસ્માતનો ભોગ બનનારા લોકો ગુજરાતના રહેવાસી હોવાની વિગતો મળી રહી છે. મળતી વિગતો અનુસાર પ્રણવ કુમાર ઓઝા, તેમની પત્ની હેમલતા ઓઝા, પુત્ર અંકિત ઓઝા, બિન્નુ ભાગવત, બ્રજકિશોર પચૌરી અને કૈલા દેવી સહિત 6 લોકો પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા.

જ્યારે મથુરાના શ્યામ ઠાકુર કાર ચલાવી રહ્યા હતા. સવારે લગભગ 6:30 વાગ્યે ધુમ્મસમાં કાનપુર-પ્રયાગરાજ હાઇવે નજીક રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રેલરને પાછળ અથડાય હતી.

આપણ વાંચો: અકસ્માતમાં રાહદારીએ જીવ ગુમાવ્યાના સાડાછ વર્ષે અંધેરી પોલીસે ગુનો નોંધ્યો!

ગુજરાતથી 3થી 5 લાખ લોકો મહાકુંભ પહોંચશે

આજથી શરૂ થયેલ મહાકુંભનો મેળો 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ માટે ગુજરાતથી પણ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચશે. તેનો ચોક્કસ આંકડો કહેવો હજુ સુધી મુશ્કેલ છે.

પરંતુ આ વખતે 3થી 5 લાખ લોકો ગુજરાતથી મહાકુંભમાં ભાગ લેશે તેવું અનુમાન છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને જોતાં રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની વિશેષ ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button