નેશનલ

સરકાર મંદિર અને ચર્ચની જમીન પણ છીનવી લેશે! રાજ્યસભામાં AAP સાંસદના ગંભીર આરોપ

નવી દિલ્હી: વક્ફ સંસોધન બિલ 2025 લોકસભામાંથી પસાર થઇ (Waqf Amendment Bill) ચુક્યું છે, હવે રાજ્યસભામાં આ બીલ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બીલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં આમ આદમી પાર્ટી(AAP)ના સાંસદ સંજય સિંહે (Sanjay Singh) શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં.

તેમણે કહ્યું કે કોઈપણ ધર્મના લોકોએ ખુશ થવાની જરૂર નથી. વકફ પછી, તેઓ મંદિરો અને ચર્ચની જમીન પણ કબજે કરી લેશે અને તેમના મિત્રોને આપશે. તેમણે એમ પણ કહ્યું કે તમારે આ બિલ લાવવું જોઈએ અને બધા મંદિર ટ્રસ્ટોમાં દલિતો અને પછાત વર્ગોનો સમાવેશ કરવો જોઈએ.

સંજય સિંહે આગળ કહ્યું, શું તમે કોઈ બિન-હિંદુ વ્યક્તિને હિન્દુ ટ્રસ્ટમાં સભ્ય બનાવી શકો છો? આ બિલ દ્વારા બંધારણની હત્યા કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: Waqf Act Bill મુદ્દે સંસદમાં ધમાલઃ ઓવૈસીએ કહ્યું બિલ મુસ્લિમ વિરોધી અને…

2020 માં, ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે 99 ટકા વકફ મિલકતનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, તો જ્યારે બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, તો શું તમે હવે હોબાળો કેમ કરી રહ્યા છો? તમે હોબાળો કરનારા હિન્દુઓ છો, અમે સૌહાર્દપૂર્ણ હિન્દુઓ છીએ.

‘બિલ પાછુ ખેંચી લો’

શાસક પક્ષ પર આરોપ લગાવવાની સાથે તેમણે બીલ પાછું ખેંચવા અપીલ કરી. તેમણે કહ્યું, “તમે કેવી રીતે નક્કી કરશો કે કોણ મુસ્લિમ છે, શું તમે ઘરોમાં સીસીટીવી કેમેરા લગાવશો, કોણ નમાઝ અદા કરી રહ્યું છે અને કોણ નથી, તમે કેવી રીતે નક્કી કરશો. હજુ પણ એક તક છે, આ ગેરબંધારણીય બિલને પાછુ ખેંચી લેવું જોઈએ. આ બીલ બાબા સાહેબના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button