શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી

નવી દિલ્હી: વિવધ રાજ્યોમાં રાજ્યોમાં ચૂંટણી પંચ(ECI) સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરી રહ્યું છે. ECIને SIR માટે માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં ના રાખતા વિવાદ સર્જાયો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ECIને પૂછ્યું છે કે શું આધાર કાર્ડ ધરાવતો ભારતનો નાગરિક ન હોય એવા વ્યક્તિને પણ મતદાનનો અધિકાર આપવો જોઈએ?
SIR પ્રક્રિયાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી કહ્યું, “આધાર કાર્ડ નાગરિકતાનો સંપૂર્ણ પુરાવો નથી. તેથી જ અમે અગાઉ કહ્યું હતું કે આધાર કાર્ડ માન્ય દસ્તાવેજોની યાદીમાંના એક દસ્તાવેજ હશે. જો કોઈનું નામ કાઢી નાખવામાં આવે છે, તો તેને નામ કાઢી નાખવાની નોટિસ આપવી પડશે.”
બેન્ચે કહ્યું કે આધાર એ લોકો સુધી સરકારી લાભ પહોંચાડવા માટે કાયદા કરવામાં આવેલી વ્યવસ્થા છે. જો કોઈ વ્યક્તિને રાશન માટે આધાર કાર્ડ આપવામાં આવ્યું હોય, તો શું તેને પણ મતદાર માની શકાય?
પશ્ચિમ બંગાળ અને કેરળ રાજ્યો તરફથી કોર્ટમાં હાજર થયેલા રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આધાર કાર્ડ હોવા છતાં મતદારોને SIRમાંથી બાકાત રાખવાનો મુદ્દો ઉઠાવ્યો.
કોર્ટે પૂછ્યું ધારો કે કોઈ વ્યક્તિ પડોશી દેશનો છે અને મજૂર તરીકે ભારતમાં કામ કરે છે. કોઈ ગરીબ રિક્ષાચાલક છે, કોઈ બાંધકામ મજૂર છે, તેમને સબસિડીવાળા રાશનનો લાભ મેળવી શકે એ માટે આધાર કાર્ડ આપવા આવે છે, કેમ કે એ આપણી બંધારણીય નૈતિકતા છે. પરંતુ શું તેનો અર્થ એ છે કે તેને આ લાભ આપવામાં આવ્યો છે, તેથી તેને હવે મતદાર પણ બનાવવો જોઈએ?



