ઇન્ટરનેશનલનેશનલ

હનીમૂન કપલ્સના ફેવરેટ ડેસ્ટિનેશન માલદીવમાં આ બાબતે નોંધાયો છે વર્લ્ડ રેકોર્ડ

ભારત પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદમાં સપડાયેલા માલદીવ વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. યુનાઇટેડ નેશન (UN) મુજબ માલદીવમાં 30 વર્ષની ઉંમરે પહોચતા પહેલા મહિલા છૂટાછેડા (ડિવોર્સ) લઈ લે છે. યુએન દ્વારા જાહેર કરવામાં આવેલા ડિવોર્સના ડેટાને લીધે માલદીવનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. માલદીવ હનીમૂન કપલની પહેલી પસંદ હોય છે. મળેલી રિપોર્ટ મુજબ માલદીવમાં ડિવોર્સ લેવાનું પ્રમાણ દુનિયામાં સૌથી વધુ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2000માં આ ટાપુ દેશમાં 4,000 લગ્ન સામે 2,000 લગ્નજીવનથી અંત લાવ્યા હતા.

ગિનિસ બુકમાં 2022ના આપેલા ડેટા મુજબ માલદીવમાં દર 1000 લગ્નમાં 10.91 ટકા લોકો ડિવોર્સ લઈ લે છે. આ યાદીમાં બીજા સ્થાને બેલારુસ છે જ્યાં 4.63 ટકા કપલ ડિવોર્સ લેવાનો નિર્ણય લે છે. માલદીવમાં 1977માં 30 વર્ષની મહિલાઓએ ત્રણ વખત પણ ડિવોર્સ લીધા હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એક રિસર્ચમાં માલદીવમાં ડિવોર્સ લેવાના અનેક કારણો સામે આવ્યા હતા. ડિવોર્સની અસર માલદીવની પેઢી પર થઈ રહી છે. વર્ષ 2000માં આ ટાપુ દેશમાં 3,829 લગ્નની સામે 1,928 ડિવોર્સ થયા હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

માલદીવમાં ડિવોર્સ લેવાના કારણોમાં લોકો દરિયાની મુસાફરી પર જતાં હોવાથી અહીં ડિવોર્સ રેટ વધુ હોઈ શકે છે તેમ જ દરિયાની મુસાફરી પર જતાં લોકો ક્યારે પાછા ફરે તે બાબત નિશ્ચિત ન હોવાથી લોકો આવું કરે છે, એવું એક રિસર્ચરે કહ્યું હતું.

માલદીવ એક મુસ્લિમ દેશ હોવાથી અહીં ઇસ્લામિક સિદ્ધાંતો અને શરિયા કાયદો લાગુ હોવાથી પુરુષો મહિલાને ટ્રિપલ તલાક દઈ શકે છે. માલદીવમાં ડિવોર્સ દરને નિયંત્રણમાં લાવવા માટે અહીની સરકાર દ્વારા અનેક ઉપાયો કરવામાં આવ્યા છે, જેમાં કોર્ટની મંજૂરી વગર ડિવોર્સ લેનાર પતિઓને ભારે દંડ ચૂકવવો પડે છે. અહીંના લોકો ભારતની જેમ લગ્નમાં વધુ ખર્ચ નથી કરતાં. આ દેશમાં પતિ તેની પત્નીને માત્ર થોડી રકમ આપવાનું કહીને લગ્ન કરવામાં આવે છે અને ત્યારબાદ એક નાની ટી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

અહીં સૌથી જૂની જાણીતી વાત કરીએ. ઘણા વર્ષો પહેલા મોરક્કોના જાણીતા પ્રવાસી ઇબ્ન બતૂતા દુનિયાના પ્રવાસે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ 1343માં માલદીવના ટાપુ પર પહોચ્યાં હતા. માલદીવમાં પ્રવાસ વિશે તેમણે લખ્યું હતું કે હું માલદીવમાં થોડા સમય રહ્યો હતો. તે દરમિયાન મેં છ વખત લગ્ન કરી ડિવોર્સ લીધા હતા.

માલદીવમાં લગ્ન કરવું ખૂબ જ સહેલું છે. અહીં લગ્ન કર્યા બાદ અનેક વખત લોકો બીજા ટાપુ પર જઈને રહે છે. આ દરમિયાન તેઓ તેમની પત્નીને ડિવોર્સ આપી દે છે, જેથી તેઓ પોતાનું જીવન વિતાવી શકે. માલદીવમાં લગ્નને એક ટેમ્પરરી સિસ્ટમ ગણવામાં આવે છે. અહીના લોકો લગ્ન કર્યા બાદ યાત્રા પર નીકળતા પહેલા ડિવોર્સ લઈ લે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button