ગુજરાતમાં પૂરથી થયેલા નુકસાનની આકારણી માટે ટીમ રચાઈ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતનેશનલ

ગુજરાતમાં પૂરથી થયેલા નુકસાનની આકારણી માટે ટીમ રચાઈ

નવી દિલ્હી: ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે થયેલા નુકસાનની આકારણી કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા એક આંતર-મંત્રાલય ટૂકડી ગઠિત કરવામાં આવી છે.

આ ટીમ ગુજરાતના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. 25થી 30 ઑગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં 26 અને 27 ઑગસ્ટના રોજ ભારે વરસાદ સાથે સંકળાયેલા બનાવોને પગલે ઓછામાં ઓછા 25 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય દ્વારા આંતર-મંત્રાલય ટીમ ગઠિત કરવામાં આવી છે અને તેનું નેતૃત્વ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પાસે રહેશે.

આ પણ વાંચો: Gujaratમાં 24 કલાકમાં નવ તાલુકામાં વરસાદ, સિઝનનો સૌથી વરસાદ કચ્છ ઝોનમાં…

ભારેથી અતિભારે વરસાદની અસર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જોવા મળી હતી. બીજી તરફ ભારે વરસાદના અનેક તબક્કા, વાદળ ફાટવું, ભેખડો ધસી પડવી વગેરે બનાવને કારણે હિમાચલ પ્રદેશમાં પણ ભારે નુકસાન થયું છે.

ગૃહ મંત્રાલય આ રાજ્યોના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે અને જો ત્યાં પણ ભારે વરસાદને કારણે મોટા નુકસાનની જાણકારી મળશે તો આ રાજ્યો માટે પણ નુકસાનની આકારણી કરવા માટે કેન્દ્રીય ટીમ મોકલવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોને બધી જ સહાય કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. (પીટીઆઈ)

Back to top button