નેશનલ

મંચુરિયનમાં નીકળ્યો ઉંદર!: પાર્ટી માટે ગયેલી મહિલાઓએ નારીશક્તિનો પરચો બતાવ્યો

નવી મુંબઈઃ એરોલી સેક્ટર ચારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની પર્પલ બટરફ્લાય હોટેલમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ‘ પર જમવા ગયેલી મહિલાઓના ફૂડમાં ઉંદરનું બચ્ચું મળી આવતા હોબાળો મચી ગયો હતો.

મહિલાઓએ આ અંગે તરત જ હોટેલ મેનેજરને ફરિયાદ કરી હતી. આ પછી હોટેલના કર્મચારીઓએ લાંબા સમય સુધી તેમની ભૂલ સ્વીકારી નહીં, ત્યાર બાદ ત્યાંની મહિલાઓએ નારીશક્તિનો પરિચય આપતાં ઉગ્રતા સાથે વિરોધ કરવાનું શરૂ કર્યું. ત્યારે જ હોટેલના લોકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી.

આપણ વાંચો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગુગલે એક ખાસ ડૂડલ બનાવ્યું, આ રીતે અભિનંદન આપ્યા

આ પછી મહિલાઓ રબાલે પોલીસ સ્ટેશન ગઈ અને હોટેલ મેનેજમેન્ટ સામે કેસ નોંધાવ્યો. પોલીસે મહિલાઓએ બતાવેલા ફોટાના આધારે કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને હોટેલનું નિરીક્ષણ કર્યું.

મહિલાઓએ કહ્યું છે કે તેઓ ચૂપ નહીં બેસે, તેઓ ભવિષ્યમાં પણ ફૂડ ડિપાર્ટમેન્ટમાં તેમની ફરિયાદો કરશે, જેથી હોટેલ માલિક અને મેનેજમેન્ટ સામે યોગ્ય પગલાં લેવામાં આવે.

ફરિયાદી મહિલા જ્યોતિ કોન્ડેએ કહ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીને રાત્રે પર્પલ બટરફ્લાય હોટેલમાં જમવા ગયા ત્યારે અમારી પ્લેટ (મંચુરીયન)માં ઉંદરનું બચ્ચું હતું. જ્યારે અમે આ અંગે મેનેજરને ફરિયાદ કરી તો હોટેલના કર્મચારીઓએ આરોપ એકબીજા પર ઢોળવાનો પ્રયાસ શરૂ કર્યો. તેમણે વાત દબાવી દેવા બીજી વાનગી પણ આપવાનું શરૂ કર્યું, પરંતુ તેમના વર્તનથી મહિલાઓ ગુસ્સે થઈ ગઈ, અને તેમણે પોલીસ સ્ટેશન જઈને કેસ નોંધાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button