નેશનલ

JF-17નો એક પાકિસ્તાની પાયલટ રાજસ્થાનના લાઠીમાંથી પકડાયો, અન્ય એકની શોધ ચાલુ…

લાઠી, રાજસ્થાનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સ્થિતિ વધારે વણસી ગઈ ગઈ છે, તેવામાં અત્યારે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ભારતીય સેનાનાએ ઓપરેશન દરમિયાન એક પાકિસ્તાની પાયલોટને પકડ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ પાયલોટ પાકિસ્તાની વાયુસેનાના JF-17 ફાઇટર એરક્રાફ્ટમાં સવાર હતો. JF-17 ફાઇટર એરક્રાફ્ટને ભારતે તોડી પાડ્યું હતું. રાજસ્થાનના લાઠીમાંથી JF-17 ફાઇટર એરક્રાફ્ટમાં સવાર પાયલોટને પકડવામાં આવ્યો હતો અને તેને ગૃપ્ત જગ્યા પર લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

JF-17 વિમાનનો વધુ એક પાયલોટની શોધખોળ યથાવત

આ પાયલોટ અંગે અત્યારે સુધીમાં ભારતીય અધિકારીઓએ કોઈ જાણકારી નથી આપી, જો કે, તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, આ પાયલોટ પાકિસ્તાની સેનાનો કોઈ વરિષ્ઠ અધિકારી પણ હોઈ શકે તેવી આશંકાઓ છે. સમાચાર એવા પણ મળ્યાં છે કે, JF-17 વિમાનનો વધુ એક પાયલોટ પણ ભારતીય સરહદમાં પડી ગયો છે. જેની શોધ ચાલુ છે. ભારત સામે પાકિસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. પાકિસ્તાન અનેક દેશોને આમાં દખલ કરવામાં માટે વિનંતી કરી ચૂક્યું છે, પરંતુ કોઈ પાકિસ્તાનની વારે આવ્યું નથી. જેથી ભારત પાકિસ્તાન પર ભારે પડી રહ્યું છે.

આતંકવાદીઓને અડ્ડા પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો

ખાસ કરીને વાત કરવામાં આવે તો, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને અડ્ડા પર મિસાઇલ હુમલો કર્યો હતો. ભારત અત્યારે આતંકવાદ સામે ભયાનક લડાઈ લડી રહ્યું છે. આતંકવાદનો ખાત્મો કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારણ કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ જે આતંકવાદીઓ હતા, તે અને ભારતમાં જ્યારે પણ કોઈ આતંકવાદી હુમલો થયો છે, જેમાં પાકિસ્તાનનો હાથ આડકતરી રીતે તો રહ્યો જ છે.

આતંકવાદ સામે લડવા અનેક દેશોઓ ભારતને સમર્થન કર્યું

આતંકવાદીઓના અડ્ડા પર ભારતે જે મિસાઇલ હુમલો કર્યો તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ ઓપરેશન દ્વારા અનેક આતંકવાદીઓને ખાત્મો કરી દેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે, આતંકવાદ સામે લડવા માટે અનેક દેશોઓ ભારતને સમર્થન આપ્યું છે. જેમાં રશિયા, ઇઝરાયલ અને અમેરિકા પણ સામે છે. ખાસ મહત્વની વાત એ છે કે, અમેરિકા અને રશિયાએ બંને દેશોને ભારતને સંયમ રાખવા હાકલ કરી છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં.

આ પણ વાંચો…ભારત-પાક સરહદે વધતા તણાવને પગલે પંજાબમાં તમામ શાળા-કોલેજ ત્રણ દિવસ માટે બંધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button