બાઈડન અને હેરિસને ટોણો: 2 ડેમોક્રેટ ઉમેદવારોને હરાવવાની જીવનમાં એકવાર મળતી તક

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું અને પોતાના નાયબ કમલા હેરિસને ઉમેદવાર જાહેર કર્યા તેના બીજા જ દિવસે તેમના રિપબ્લિકન પક્ષના હરીફ ડોેનાલ્ડ ટ્રમ્પની ઝુંબેશ કહી રહી છે કે એક જ વર્ષમાં રાષ્ટ્રપતિ માટે નામનિર્દેશિત કરાયેલા બે ડેમોક્રેટ ઉમેદવારોને હરાવવાની આખા જીવનમાં એક જ વખત મળતી તક છે.
સોમવારે જારી કરાયેલ મેમોરેન્ડમમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તેના પ્રમુખપદની ઝુંબેશની શરૂઆત કરી, ટ્રમ્પની ઝુંબેશે બાઈડનના રેસમાંથી બહાર નીકળવાના નિર્ણયનો શ્રેય લીધું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી માટે ગોળી ઝીલનારા લોકશાહીના યુદ્ધનું સમાપન કરશે.
ત્રણ અઠવાડિયા પહેલા એટલાન્ટામાં આયોજિત ચર્ચામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંપૂર્ણ રીતે હાવી રહ્યા બાદ જો બાઈડનને બરતરફ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. તે હવે ફેંકાઈ ગયા હોવા છતાં તેમની નબળાઈ અને નિષ્ફળતાનો રેકોર્ડ હજી પણ ઊભો છે એમ ‘સ્ટેટ ઓફ ધ પ્લે ડે 1’ શીર્ષકવાળા મેમોરેન્ડમમાં જણાવાયું છે.
ટ્રમ્પની ઝુંબેશ માટેનું આ મેમોરેન્ડમ ક્રિસ લાસિવિટા અને સુસી વાઈલ્સ દ્વારા લખવામાં આવ્યું છે.
જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઈડનને હરાવ્યા, તે જ રીતે આખી દુનિયાને દેખાડી દેશે કે ખતરનાક લિબરલ કમલાને પણ હરાવી શકે છે. રાષ્ટ્રપતિપદ માટે માત્ર એક ડેમોક્રેટ નોમિનીને જ નહીં, પરંતુ એક જ વર્ષમાં બે વ્યક્તિને હરાવવાની આ જીવનભરની તક છે! કમલા હેરિસ જો બાઈડન કરતાં વધુ ખરાબ નહીં હોય તો પણ એટલા જ ખરાબ છે, એવો આક્ષેપ આ મેમોરેન્ડમમાં કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: USA: ડેમોક્રેટ્સનું ટેન્શન વધ્યું, જો બાઈડેન કોરોના પોઝીટીવ
વિવિધ મતદાનમાં હેરિસ સામે ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હોવાનો દાવો કરીને તેમાં કહેવામાં આવ્યું છે કે રેસ ક્યાં ઊભી છે? દરેક ચૂંટણી સર્વેક્ષણમાં, ચૂંટણીના જંગમાં, રાષ્ટ્રીય સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ પર જો બાઈડનથી વધારે નહીં તો એટલી જ સરસાઈ ધરાવી રહ્યા છે.
તાજેતરના હેરિસ એક્સ/ફોર્બ્સ સર્વેક્ષણો દર્શાવે છે કે પ્રમુખ ટ્રમ્પ કમલા પર નવ પોઈન્ટની લીડ ધરાવે છે. આજે જ જાહેર કરાયેલા ડેમોક્રેટ મતદાનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ 50થી વધુ પોઈન્ટ ધરાવે છે અને પેન્સિલવેનિયામાં છથી આગળ, 50થી વધુ અને એરિઝોનામાં આઠથી આગળ છે, મિશિગનમાં બે અને વિસ્કોન્સિનમાં એકની સરસાઈ ધરાવે છે, એવો દાવો મેમોરેન્ડમમાં કરવામાં આવ્યો હતો.
‘આ અમેરિકન સ્વતંત્રતા માટેની લડાઈ છે – હેરિસ જંગી કર વધારાના દમનકારી વજનથી સ્વતંત્રતા, અમેરિકન ઊર્જા સામેના યુદ્ધથી સ્વતંત્રતા અને તમામ ઇલેક્ટ્રિક કાર માટેનાં ફરમાનોથી સ્વતંત્રતા, સ્વતંત્રતા જે ફરી એકવાર યુએસને વૈશ્ર્વિક સ્તરે સન્માનિત કરશે. સ્વતંત્રતા દમનકારી સરકારથી, સામાજિક સુરક્ષા, જાહેર સલામતી અને કાયદાના શાસનને જોખમમાં મૂકતા સરહદમાંથી થતી ઘૂસણખોરીથી સ્વતંત્રતા, એમ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું. (પીટીઆઈ)