હિમાચલમાં કોસ્મેટિકની ફેક્ટરીમાં લાગી આગઃ 20થી વધુ લોકો ગુમ, જીવ બચાવવા લોકોએ ભર્યું આ પગલું

શિમલાઃ હિમાચલ પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે, જેમાં એક કોસ્મેટિક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બહાર આવી છે (Baddi Factory Fire HP). ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ફસાયેલી બે મજૂર મહિલાઓએ આગથી પોતાના જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદકા માર્યા હતા અને ઘાયલ થઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર 24 કામદાર દાઝી ગયા છે અને 4 ગંભીર મજૂરોને પીજીઆઈ ચંદીગઢમાં રિફર કરવામાં આવ્યા છે. પંજાબ અને હિમાચલ પ્રદેશની લગભગ 50 ફાયર ટીમે આગને બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
NDRFના 40 સભ્યની ટીમ પણ ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 32 ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પાંચ ઘાયલોને પીજીઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સાથે જ ચંડીમંદિરથી સેનાને બોલાવવામાં આવી છે. 24 લોકો હજુ પણ ગુમ છે.
એરોમા એરોમેટિક એન્ડ ફ્લેવર કંપની ડિઓડોરન્ટ બનાવતી કંપની છે. કારખાનામાં લાગેલી આગ પાંચ કલાક બાદ પણ કાબૂમાં આવી શકી નથી. ઘાયલોમાં 21 મહિલાઓનો સમાવેશ થાય છે.
આ મુદ્દે પ્રાથમિક અહેવાલમાં અધિકારીએ કહ્યું હતું કે આ ઘટના રાજ્યના ઔદ્યોગિક શહેર બદ્દીના ઝાડમાજરીમાં બની હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કામદારો ફસાયા છે.
આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આગ બુઝાવવા માટે બદ્દી અને નાલાગઢના ફાયર વિભાગો અને પંજાબના લગભગ 50 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાહત અને બચાવ માટે NDRFના 40 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગ્યા બાદ ત્રણ મહિલા મજૂરો છત પરથી કૂદી પડી હતી અને તેમના પગમાં ઈજા થઈ હતી. ધાબા પર રહેલી મહિલા સિવાય અન્ય લોકો અંદર ફસાયેલા છે. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
ડીસી સોલન મનમોહન સિંહે મીડિયાને જણાવ્યું કે આગ હવે કાબૂમાં આવી ગઈ છે. ઓપરેશન અમારી રેસ્ક્યુ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે. લગભગ 50 લોકોના નામ સામે આવી રહ્યા છે. તેમાંથી, અમે 30 થી વધુ લોકોને બહાર કાઢ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. કેટલાક લોકોએ છત પરથી કૂદી પણ પડ્યા હતા. તેને ફ્રેક્ચર થયું છે અને તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.