નેશનલ

Good News: 16 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનો 20 કલાકના ઓપરેશન બાદ બચાવ

નવી દિલ્હીઃ કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં ખુલ્લા બોરવેલમાં રમતા રમતા લપસી ગયેલા બે વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યો છે. બાળક 18 કલાકથી વધુ સમયથી 16 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલું હતું. બાળકના બોરવેલમાં ફસાયાની માહિતી મળ્યા બાદ તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બાળકને બચાવી લીધા પછી, ડૉક્ટરોએ તેની પ્રાથમિક સારવાર કરી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. 20 કલાકના રેસ્ક્યુ ઓપરેશન પછી, NDRF અને SDRF ટીમોએ વિજયપુરા જિલ્લાના ઈન્દી તાલુકાના લચ્યાણ ગામમાં ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા 1.5 વર્ષના બાળકને બચાવવામાં સફળતા મેળવી હતી.

બાળકની ઓળખ સાત્વિક મુજાગોંડા તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે તે બુધવારે તેના ઘરની નજીક રમવા ગયો ત્યારે બોરવેલમાં લપસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બેલાગવી, કલાબુર્ગી અને હૈદરાબાદની એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસે પણ બચાવ ટીમ સાથે સહકાર સાધ્યો હતો. જમીનની નીચે 15-20 ફૂટ અટવાયેલા બાળક સુધી પહોંચવા માટે અર્થમૂવર્સે આખી રાત સમાંતર ખાડો ખોદ્યો હતો. બચાવ કામગીરી હાથ ધરતી વખતે પાઇપલાઇન દ્વારા બાળકને ઓક્સિજન પુરો પાડવામાં આવ્યો હતો. એવી પણ માહિતી મળી હતી કે સિંચાઈના હેતુ માટે પાણીની પહોંચ મેળવવા માટે બાળકના દાદા દ્વારા મંગળવારે બોરવેલ ખોદવામાં આવ્યો હતો.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક રાહદારીએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને તાત્કાલિક પરિવારને જાણ કરી. આ જિલ્લામાં ખુલ્લા બોરવેલમાં બાળકો પડવાના આવા બે બનાવો અગાઉ નોંધાયા હતા. 2008 માં દેવર નિમ્બરાગી ગામમાં અને અન્ય એક બાળક 2014 માં નજીકના ડાયબેરી ગામમાં બોરવેલમાં પડી જવાથી મૃત્યુ પામ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button