8માં પગાર પંચથી સરકારી કર્મચારીના પગારમાં થશે કેટલો વધારો? જાણો સંભવિત ગણતરી...
Top Newsનેશનલ

8માં પગાર પંચથી સરકારી કર્મચારીના પગારમાં થશે કેટલો વધારો? જાણો સંભવિત ગણતરી…

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે ૮મા પગાર પંચ (8th Pay Commission) માટેની સંદર્ભ શરતો (Terms of Reference)ને આખરે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને આ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કમિશનને હવે તેની રચનાના 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવાનો રહેશે, જેનો અમલ 1 જાન્યુઆરી, 2026 સુધીમાં થવાની અપેક્ષા છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હવે એ જાણવા આતુર છે કે આ કમિશન હેઠળ તેમના પગારમાં કેટલો વધારો થશે? અહીં અમે તમારા માટે નવા પગારની સંભવિત ગણતરી લઈને આવ્યા છીએ.

પગાર વધારામાં ભાગ ભજવશે ફિટમેન્ટ ફેક્ટર અને DA

એવું માનવામાં આવે છે કે 8માં પગાર પંચ હેઠળ પગાર વધારો 7માં પગાર પંચમાં ઉપયોગમાં લેવાયેલા ફોર્મ્યુલા પર આધારિત હશે. આ ગણતરીમાં મુખ્યત્વે બે પરિબળો – ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જર – મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો તે ફુગાવા અને જીવન ખર્ચના આધારે નક્કી કરાયેલું એક ગુણાકારક પરિબળ છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. 8મા પગાર પંચમાં તે વધીને 2.86 થવાની અપેક્ષા છે. જો 7મા પગાર પંચનો ફોર્મ્યુલા લાગુ થાય, તો કર્મચારીઓનો મૂળ પગાર રૂ. 18,000થી વધીને રૂ. 51,480 થઈ શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર બાદ DAની વાત કરીએ તો દરેક પગાર પંચના અમલ પછી DA શૂન્ય થઈ જાય છે, કારણ કે ફુગાવાને ધ્યાનમાં રાખીને મૂળ પગારમાં વધારો કરવામાં આવે છે. હાલમાં, ૭મા પગાર પંચ હેઠળ DA 58 ટકા છે.

પગાર વધારાની સંભવિત ગણતરી

ફિટમેન્ટ ફેક્ટર 2.86 ના આધારે, એક કર્મચારીના વર્તમાન અને 8માં પગાર પંચ પછીના પગારની સંભવિત ગણતરી નીચેના કોષ્ટક મુજબ છે:

આ જ આધારે, જો કોઈ કર્મચારીનું મૂળ પેન્શન રૂ. 9,000 હોય, તો 8મું પગાર પંચ લાગુ થયા પછી તે સંભવિતપણે રૂ. 25, 740 થઈ શકે છે. કર્મચારીઓ માટે મૂળભૂત પગાર અને પેન્શનરો માટે મૂળભૂત પેન્શન તેમના વર્તમાન મૂળભૂત પગાર/પેન્શનને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે.

(ડિસ્ક્લેમર: આ સંભવિત આધારભૂત રકમ છે, મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી. અંતિમ આંકડો કમિશન નક્કી કરશે. )

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button