લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો | મુંબઈ સમાચાર

લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્લીઃ આજે ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 12મી વખત પોતાનું ભાષણ આપ્યું છે. 12મી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપીને ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સ્વતંત્રતા દિવસ પર સતત 12મી વખત ભાષણ આપનારા પીએમ મોદી ભારતના બીજા વડાપ્રધાન છે. લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવાના રેકોર્ડની વાત કરવામાં આવે તો, જવાહરલાલ નેહરુના 17 વખત અને ઇન્દિરા ગાંધીના 16 વખત ત્રિરંગો ફરકાવ્યો છે. જ્યારે આ યાદીમાં પીએમ મોદી ત્રીજા સ્થાને છે.

ઇન્દિરા ગાંધીની વાત કરવામાં આવે તો, જાન્યુઆરી 1966થી માર્ચ 1977 સુધી લગાતાર 11 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. ત્યાર બાદ 1980થી 1984માં પણ તેઓ વડાપ્રધાન રહ્યાં એટલે કુલ મળીને 16 વખત ઇન્દિરા ગાંધીએ તિરંગો ફરકાવ્યો હતો. ભાષણની વાત કરવામાં આવે તો, પીએમ મોદી તેમના 12મા સ્વતંત્રતા દિવસના ભાષણ સાથે ઇન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા છે.

15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કયા વડાપ્રધાને કેટલી વખત તિરંગો ફરકાવ્યો

  • પંડિત જવાહરલાલ નેહરુ 17 વખત
  • ઇન્દિરા ગાંધી – 16 વખત
  • નરેન્દ્ર મોદી – 12 વખત
  • મનમોહન સિંહ – 10 વખત
  • અટલ બિહારી વાજપેયી- 6 વખત
  • રાજીવ ગાંધી – 5 વખત
  • પીવી નરસિમ્હા રાવ- 5 વખત
  • ચૌધરી ચરણ સિંહ- 1 વખત
  • વીપી સિંઘ- 1 વખત
  • એચડી દેવગૌડા- 1 વખત
  • આઈ.કે.ગુજરાલ- 1 વખત
  • લાલ બહાદુર શાસ્ત્રી- 2 વખત
  • મોરારજી દેસાઈ- 2 વખત

પીએમ મોદીએ ક્યા વર્ષે કેટલી મિનિટ ભાષણ આપ્યું?

  • 2014 માં 65 મિનિટનું ભાષણ
  • 2015 માં 88 મિનિટનું ભાષણ
  • 2016 માં 96 મિનિટનું ભાષણ
  • 2017 માં 56 મિનિટનું ભાષણ
  • 2018 માં 83 મિનિટનું ભાષણ
  • 2019 માં 92 મિનિટનું ભાષણ
  • 2020 માં 86 મિનિટનું ભાષણ
  • 2021 માં 88 મિનિટનું ભાષણ
  • 2022 માં 83 મિનિટનું ભાષણ
  • 2023 માં 90 મિનિટનું ભાષણ
  • 2024 માં 98 મિનિટનું ભાષણ
  • 2025 માં 103 મિનિટનું ભાષણ (અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ)

આજના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીએ રોજગાર યોજના, સમૃદ્ધ ભારત, જીએસટી, ખેડૂતો, માછીમારો અને પશુપાલકો અંગે અનેક મોટી જાહેરાતો કરી છે. એટલું જ નહીં પરંતુ પોતાના ભાષણ દરમિયાન પાકિસ્તાનને પણ જોરદાર જવાબ આપ્યો છે.

આ પણ વાંચો…રોજગાર યોજના, સમૃદ્ધ ભારત અને જીએસટી મામલે શું બોલ્યાં પીએમ મોદી?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button