નેશનલ

મિશન ‘વન નોર્થ ઈસ્ટ’ : પૂર્વોત્તરના રાજકારણમાં આવ્યો મોટો વળાંક, આ 4 પક્ષોએ કરી એક થવાની જાહેરાત

નવી દિલ્હી: મેઘાલયના મુખ્યમંત્રી અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પ્રમુખ કોનરાડ સંગમા સહિત પૂર્વોત્તર ભારતના ચાર પ્રાદેશિક પક્ષોના નેતાઓએ આજે એક મોટી રાજકીય જાહેરાત કરી છે.

જેનાથી પૂર્વોત્તર રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વોત્તરના પ્રદેશોના મુખ્ય મુદ્દાઓને વધુ અસરકારક રીતે સંબોધવા માટે પૂર્વોત્તરના 4 મુખ્ય પક્ષોએ એક જ એકીકૃત રાજકીય એકમ બનાવવાનો નિર્ણય લીધો છે. આવો જાણીએ આ 4 પાર્ટીમાં કઈ કઈ પાર્ટીનો સમાવેશ થાય છે.

આપણ વાચો: મેઘાલયના રાજકારણમાં ઉથલપાથલ: કેબિનેટના 8 મંત્રીએ એકસાથે રાજીનામા આપતા ખળભળાટ

રાષ્ટ્રીય રાજકારણમાં વધશે પ્રભાવ

પૂર્વોત્તરના રાજ્યોની ચાર રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓએ નવી દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી સ્પીકર હોલ ખાતે ‘વન નોર્થ ઈસ્ટ’ નામની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં નેશનલ પીપલ્સ પાર્ટી, ટિપરા મોથા, પીપલ્સ પાર્ટી અસમ અને ભાજપ દ્વારા સિંગલ પોલિટિકલ યુનિટના ગઠનના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ સંયુક્ત પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનાર નેતાઓમાં નેશનલ પીપલ્સ પાર્ટીના નેતા તથા મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા, ટિપરા મોથાના નેતા પ્રદ્યોત માણિક્ય, પીપલ્સ પાર્ટી ઓફ આસામના નેતા ડેનિયલ લંગથાસા અને ભાજપના પ્રવક્તા મ્હોનલુમો કિકોનનો સમાવેશ થાય છે. આ જાહેરાત પૂર્વોત્તરના રાજકારણમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પ્રાદેશિક શક્તિઓને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય રાજકારણમાં તેમના પ્રભાવને વધારવાનો સંકેત આપે છે.

આપણ વાચો: હેમંત સોરેન આજે એકલા જ શપથ લેશે! આ દિગ્ગજ નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે

લોકોનો અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો

આ પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “અમે, ઉત્તરપૂર્વના વિવિધ રાજ્યોના નેતાઓ, આજે એક સામૂહિક અને ઐતિહાસિક ઘોષણા કરવા માટે ભેગા થયા છીએ જેથી એક એકીકૃત રાજકીય એકમ બનાવી શકાય જે ખરેખર આપણા લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે.

” પ્રેસ કોન્ફરન્સને સંબોધતા NPPના વડા કોનરાડ સંગમાએ આ એકતા પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, “ઘણા લાંબા સમયથી આપણે વિવિધ પ્લેટફોર્મ પર એક જ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છીએ. આપણી તાકાત એકતામાં રહેલી છે અને હવે સમય આવી ગયો છે કે આપણે સાથે આવીએ અને આપણા લોકોનો અવાજ ઉઠાવીએ.”

ઉલ્લેખનીય છે કે, આગળની કાર્યવાહી માટે, નેતાઓએ પ્રસ્તાવિત રાજકીય એકમની રચના, માળખું અને ભાવિ વ્યૂહરચના પર વિચાર-વિમર્શ કરવા માટે એક સમિતિની રચના કરી છે.

જોકે, પૂર્વોત્તરના કેટલાક મુખ્ય પક્ષો હાલમાં આ પ્રસ્તાવિત રાજકીય એકમનો ભાગ નથી. તેમાં મિઝોરમમાં શાસક ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ (ZPM), નાગાલેન્ડની રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને આસામમાં ભાજપની સહયોગી આસોમ ગણ પરિષદ (AGP) નો સમાવેશ થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button