તો શું 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને એલઈટી ચીફ હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનની હત્યા થઇ?
પેશાવરઃ કમાલુદ્દીન સઇદનું અપહરણ થયું હોવાના મીડિયા અહેવાલો બહાર આવ્યાના બે દિવસ બાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે હવે એવી પોસ્ટ્સથી ભરપૂર છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કમલુદ્દીનનો મૃતદેહ પાકિસ્તાનના પેશાવરમાં મળી આવ્યો છે. કમાલુદ્દીન સઈદ 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયુક્ત ઈસ્લામિક આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર એક છે.
સોશિયલ મીડિયા પર એમ પણ જણાવવામમાં આવ્યું છે કે LeT ચીફ હાફિઝ સઈદના ગુમ થયેલા પુત્ર કમલુદ્દીન સઈદનો મૃતદેહ KPK પ્રદેશની જબ્બા ખીણમાંથી મળી આવ્યો હતો અને પાકિસ્તાનની ISI તેના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે.
તો વળી કેટલીક પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇસ્લામિક આતંકવાદીના પુત્રના મૃતદેહને મળી આવ્યો છે તેના પર અનેક ઉઝરડા છે જે સૂચવે છે કે તેને માર્યા ગયા પહેલા ત્રાસ આપવામાં આવ્યો હતો.
આ પહેલા 27 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની સ્થાનિક મીડિયા હાઉસને ટાંકીને કેટલાક મીડિયા હાઉસે હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના અચાનક ગુમ થવાના સમાચાર આપ્યા હતા. પાકિસ્તાનના પેશાવરમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા ઈસ્લામિક આતંકવાદીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં કેટલાક પત્રકારોએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કમલુદ્દીન સઈદને શોધી શકી નથી. કમાલુદ્દીન સઈદના અપહરણ અને હત્યાના બંને દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
ગયા વર્ષે પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝમ કોર્ટે ઈસ્લામિક આતંકવાદી હાફિઝ સઈદને 31 વર્ષની જેલની સજા સંભળાવી હતી. પાકિસ્તાન સરકારને પણ સઈદની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે સઈદની સજા પાછળનું કારણ FATF દબાણ હોવાનું કહેવાય છે. સઈદને અગાઉ અદાલતો દ્વારા સજા સંભળાવવામાં આવી હોવા છતાં, તે પાકિસ્તાન સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા હેઠળ ભવ્ય જીવન જીવી રહ્યો હતો.
હાફિઝ સઈદ પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે અને તે 26/11ના મુંબઈ હુમલા સહિત ભારત વિરુદ્ધ અનેક આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે.