નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

loksabha 2024ની ચૂંટણીમાં 17 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો મેદાનમાં; કોણ જીત્યું કોણ હાર્યું જુઓ અહી…..

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામોથી આગળનું રાજકીય ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલના આંકડાઓ જોતાં NDA બહુમતીની રેખાને વટાવી ચૂક્યું છે. જો કે આ સાથે INDI ગઠબંધન પણ 230 જેટલી બેઠકોથી આગળ વધી ચૂક્યું છે. જો કે આ ચૂંટણીમાં અમુક બેઠકો હાઇપ્રોફાઇલ બેઠકો ચર્ચામાં છે, જેમાંથી 17 જેટલા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે. જો કે તેમાંથી 6 હજુ પણ પાછળ છે.

  1. જાલંધર: આ બેઠક પરથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ વિજય મેળવ્યો છે. તેમણે ભાજપના ઉમેદવાર સુશીલ કુમાર રીન્કુને 1.75 લાખ મતોથી હરાવ્યા છે.
  2. રાજનાંદગાવ: આ બેઠક પરથી છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલ મેદાનમાં છે. જો કે હાલ તેઓ પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર સંતોષ પાંડે 31.5 હજાર મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. 3. અરુણાચલ પશ્ચિમ: અહીથી અરુણાચલના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના ઉમેદવાર નબામ તુકી મેદાનમાં છે. જો કે અહી ભાજપના ઉમેદવાર કિરણ રીજૂજુ આગળ ચાલી રહ્યા છે.
  3. દીબ્રુગઢ : ભાજપના નેતા અને આસામના પૂર્વ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ પણ 2.27 લાખ મતોથી આગળ છે. બીજા સ્થાને આસામ રાષ્ટ્ર પરિષદના ઉમેદવાર લુરીનજ્યોતિ ગોગોઈ છે
  4. કરનાલ : હાલમાં જ રાજીનામું આપીને ચર્ચામાં આવેલ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર હાલ લોકસભાના મેદાનમાં હતા. જો કે તેઓ હાલ 1.70 લાખથી વધુની લીડથી આગળ વધી રહ્યા છે. કોંગ્રસે તેમની સામે દિવયાંશુ બુધિરાજાને મેદાનમાં ઉતાર્યા છે.
  5. બારામુલ્લા: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઓમર અબ્દુલ્લા લગભગ 1.5 લાખ વૉટથી પાછળ છે. તેમને અબ્દુલ રશીદ શેખ સામે ટક્કરનો સામનો કરવો પડ્યો હતો.
  6. અનંતનાગ-રાજૌરી : જમ્મુ અને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબૂબા મુફ્તી 2.36 લાખ મતોથી પાછળ છે. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મિયાં અલ્તાફ અહેમદ અહી આગળ છે.
    8.ખૂંટી: ભાજપના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન અર્જુન મુંડા 97 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે. જો કે અહી કોંગ્રેસ ઉમેદવાર કાલી ચરણ મુંડા પ્રથમ નંબરે છે.
  7. બેલગામ: કર્ણાટક રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટર આગળ છે. તેમણે અત્યાર સુધી 4.58 લાખ મત મેળવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર મૃણાલ હેબ્બાલકર 77 હજાર મતોથી પાછળ છે.
  8. હાવેરી: કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ઉમેદવાર બસવરાજ બોમાઈ અને કોંગ્રેસના ઉમેદવાર આનંદસ્વામી વચ્ચે 29 હજાર વોટનો તફાવત છે. અત્યાર સુધીમાં બોમાઈને 6.47 લાખ અને આનંદસ્વામીને 6.18 લાખ વોટ મળ્યા છે.
  9. વિદિશા: મધ્યપ્રદેશ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણ વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 6.31 લાખથી વધુ મતોથી આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપભાનુ શર્માને અત્યાર સુધીમાં માત્ર 2.18 લાખ મત મળ્યા છે.
  10. રાજગઢ: રાજસ્થાનમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ 72 હજારથી વધુ મતોથી પાછળ છે. બીજેપી ઉમેદવાર રોડમલ નાગર નંબર વન પર છે.
  11. રત્નાગિરિ-સિંધુદુર્ગ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને ભાજપના ઉમેદવાર નારાયણ રાણે 52 હજાર મતોથી આગળ છે. આ બેઠક પરથી શિવસેના (ઠાકરે જૂથ)ના ઉમેદવાર વિનાયક રાઉત બીજા ક્રમે છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker