ઇન્ટરનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ પાકિસ્તાની નેતાઓ ખુશ

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મતગણતરી ચાલી રહી છે, જેના પર પાકિસ્તાન પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે પરંતુ I.N.D.I.A બ્લોક પણ આકરી ટક્કર આપે તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોને લઈને પાકિસ્તાનના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

લોકસભા ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે અને દેશની 543 સીટો માટે ટ્રેન્ડ્સ સામે આવવા લાગ્યા છે. અત્યાર સુધીની મતગણતરી અનુસાર, ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ સંપૂર્ણ બહુમતીનો આંકડો હાંસલ કરી લીધો છે અને તે 296થી વધુ બેઠકો પર આગળ છે. તે જ સમયે, કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A’ બ્લોકનું પ્રદર્શન પણ ખૂબ પ્રભાવશાળી દેખાય છે. I.N.D.I.A ગઠબંધન 227 બેઠકો પર આગળ છે. પ્રારંભિક વલણો પર પ્રતિક્રિયા પાકિસ્તાન તરફથી પણ આવવાનું શરૂ થઈ ગયું છે.

Read More: Maharashtra Loksabaha Updateઃ Supripa Suleને ટક્કર આપી રહી છે ભાભી, જાણો મોટા માથાઓને મળ્યા કેટલા મત

પાકિસ્તાનની અગાઉની ઈમરાન ખાન સરકારમાં માહિતી મંત્રી રહેલા ફવાદ ચૌધરી સતત મતગણતરી પર નજર રાખી રહ્યા છે અને તેઓ I.N.D.I.A ગઠબંધનના પ્રદર્શનથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. સત્તાવાર પરિણામો પહેલા જ તેઓ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. ફવાદ ચૌધરીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું છે કે તેમને ભારતના મતદારોમાં હંમેશા વિશ્વાસ હતો કે તેઓ નફરત ફેલાવનારા અને ઉગ્રવાદીઓને નકારી દેશે. ફવાદ ચૌધરીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ભારતના મતદાતાઓ હંમેશા માનતા આવ્યા છે કે તેઓ ઉગ્રવાદીઓ અને નફરત ફેલાવનારાઓને નકારી દેશે અને તે એકદમ સ્પષ્ટ છે કે મોદી અને રાજનાથ પણ માંડ માંડ લોકસભામાં પહોંચી શક્યા છે… રાહુલ ગાંધી બંને બેઠકો જીતી રહ્યા છે….’

પીએમ મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રારંભિક રાઉન્ડમાં વડાપ્રધાન મોદી કોંગ્રેસના અજય રાયથી 6 હજારથી વધુ મતોથી પાછળ જોવા મળ્યા હતા. જો કે, તેમણે ટૂંક સમયમાં કોંગ્રેસના ઉમેદવારને પાછળ છોડી દીધા. તે જ સમયે, રાજનાથ સિંહ પણ ગણતરીના પ્રારંભિક રાઉન્ડમાં લખનૌ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રવિદાસ મેહરોત્રાથી પાછળ જોવા મળ્યા હતા. જોકે હવે તેઓ પણ આગળ છે. ઘણા એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ વખતે ભાજપને 400થી વધુ સીટો મળશે, પરંતુ અત્યાર સુધીની મત ગણતરીના આધારે આ આંકડો પૂરો થાય તેમ લાગતું નથી. આ અંગે ફવાદ ચૌધરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘એક્ઝિટ પોલ અત્યંત અતિશયોક્તિપૂર્ણ દર્શાવવામાં આવ્યા છે.’

Read More: Loksabha Election Result: સ્મૃતિ ઈરાની અને ગિરિરાજ સિંહ પાછળ, જાણો મોદી સરકારના આ પ્રધાનોના હાલ

તે જ સમયે, શાહબાઝ શરીફની પાછલી સરકારમાં વિદેશ મંત્રી રહેલા બિલાવલ ભુટ્ટો ઝરદારીના મીડિયા સલાહકાર રહેલા પત્રકાર ઓમર આર કુરેશીએ પણ એક ટ્વીટમાં પ્રારંભિક પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કુરેશીએ ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય મુસ્લિમોએ આજે ​​સામૂહિક રીતે રાહતનો શ્વાસ લેવો જોઈએ – કદાચ…’ અન્ય ટ્વિટમાં તેમણે લખ્યું, ‘350થી ઓછી બેઠક પણ ભાજપ માટે એક મોટો આંચકો માનવામાં આવશે. જો મોદી ત્રીજી વખત સરકાર બનાવે છે તો પણ તે તેમની અત્યાર સુધીની સૌથી નબળી સરકાર હશે.

તે જ સમયે, પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય મામલાના નિષ્ણાત પ્રોફેસર ડૉ. મુજીબ અફઝલે પીએમ મોદીના સંદર્ભમાં કહ્યું કે 90ના દાયકામાં કોઈએ વિચાર્યું ન હતું કે કોઈ વ્યક્તિ આવીને આટલી સરળતાથી ‘હાર્ડ કોર હિન્દુત્વ’ ફેલાવશે. તેમણે કહ્યું હતું કે, ‘તેમના બીજા કાર્યકાળમાં, તેમણે હિંદુત્વનો એજન્ડા પૂર્ણ કર્યો, જેમાં કલમ 370, સમાન આચાર સંહિતા, ટ્રિપલ તલાક, રામ જન્મભૂમિ… તેમણે ખૂબ જ આરામથી તેમનો એજન્ડા પૂરો કર્યો. 90 ના દાયકામાં, કોઈએ વિચાર્યું ન હતું કે આવી વ્યક્તિ આવીને આટલી સરળતાથી હાર્ડ કોર હિંદુત્વ ફેલાવશે… તે સમયે આવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતું. ડૉ.અફઝલે કહ્યું હતું કે પીએમ મોદીએ પોતાને એક ખૂબ જ સફળ રાજનેતા તરીકે સાબિત કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…