આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Maharashtra Loksabaha Updateઃ Supripa Suleને ટક્કર આપી રહી છે ભાભી, જાણો મોટા માથાઓને મળ્યા કેટલા મત

મુંબઈઃ મહારાષ્ટ્રની બારામતીમાં એનસીપીના બે ઉમેદવારો સામ સામે છે. આ બન્ને મહિલા ઉમેદવારો એક જ પરિવારના છે અને નણંદ ભાભી છે ત્યારે બન્ને વચ્ચે જબરી ટક્કર છે. એનસીપી શરદ પવાર જૂથના સુપ્રિયા સુળે માત્ર 400 મતથી આગળ છે. ભાભી અને અજિત પવાર જૂથના સુનેત્રા પવાર બરાબરની ટક્કર આપી રહ્યા છે.

નાગપુરમાં નીતિન ગડકરી પાસે પણ હજુ માત્ર 4000ની જ લીડ છે. કૉંગ્રેસના વિકાસ ઠાકરે તેમને ટક્કર આપી રહ્યા છે. થાણેમાં શિવેસના (શિંદે) જૂથના નરેશ મ્હેસ્કે 10,000 મતથી આગળ છે અને શિવસેના (ઉદ્ધવ)ના રાજન વિચારેને ટક્કર આપી રહ્યા છે. મુખ્ય પ્રધાન એકનાશ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે 25,000 મતથી આગળ છે. ઉત્તર મુંબઈમાં ભાજપના પિયૂષ ગોયલ 22000 મતથીઆગળ છે. મુંબઈ ઉત્તર મધ્યમાં ભાજપના ઉજ્જવલ નિકમ 11000 મતથી આગળ છે, તેમની સામે કૉંગ્રેસના વર્ષા ગાયકવાડ પાછળ છે. મુંબઈ ઉત્તર પૂર્વમાં શિવસેના (ઉદ્ધવ)ના સંજય દીના પાટીલ 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે, તેમની સામે ભાજપના મિહિર કોટેચા પાછળ છે. દક્ષિણ મધ્ય મુંબઈમાં શિવસેના (ઉદ્ધવ) અને શિવસેના શિંદે વચ્ચે ટકકર જામી છે. શિંદેના રાહુલ શેવાળે 153 મતથી પાછળ છે,. અનિલ દેસાઈ આગળ ચાલી રહ્યા છે. દક્ષિણ મુંબઈમાં શિવસેના (ઉદ્ધવ)ના ઉમેદવાર અરવિંદ સાવંત 2800 મતથી આગળ છે. શિંદેજૂથના યામિની જાદવ તેમને ટકકર આપી રહ્યા છે. નાશિકમાં ઉદ્ધવસેનાના રાજાભાઉ 2500 મતથી આગળ છે.

Also Read –

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker