
કાનપુર, ઉત્તર પ્રદેશઃ કાનપુરથી એક ચોકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જી હા અહીંથી એક બે નહીં પરંતુ 161 પોલીસ કર્મચારીઓ ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એેવું જાણવા મળ્યું છે કે, 161 જેટલા પોલીસ જવાન અને અધિકારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી ફરજ પરથી ગેરહાજર છે. આખરે આ પોલીસ કર્મચારીઓ ક્યા ગયા? તે અંગે કોઈ વિગતો સામે આવી જ નથી. જેથી આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
161 પોલીસ જવાનો અને અધિકારીઓ કેમ ગેરહાજર છે?
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ તમામ પોલીસકર્મીઓએ રજા માટે અરજી કરી હતી, પરંતુ ત્યારબાદ તે ફરત પર પાછા ફર્યા જ નથી. આ મામલે વિભાગે તપાસ પણ કરી છે પરંતુ તેમના વિશે કોઈ જ જાણકારી મળતી નથી. આમાંના કેટલાક કર્મચારીઓ એવા છે જે થોડા દિવસોથી જોવા મળ્યા નથી, જ્યારે ઘણા ત્રણથી છ મહિનાથી ગુમ છે. વિભાગે આ પોલીસકર્મીઓને ફરજ પર પાછા લાવવા માટે તેમના ગૃહ જિલ્લાઓને બે વાર પત્રો મોકલ્યા પરંતુ ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નથી. જેથી પોલીસ કર્મચારીઓને ‘વિસ્થાપન’ શ્રેણીમાં મૂકીને તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ગેરહાજર કર્મચારીઓ અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો
આ સમગ્ર મામલે ડેપ્યુટી પોલીસ કમિશનર એસએમ કાસિમ આબિદીએ જણાવ્યું હતું કે, ‘જે પોલીસકર્મીઓ પૂર્વ સૂચના વિના ફરજ પરથી ગેરહાજર રહે છે તેમની સામે વિભાગીય શિસ્ત પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ગેરહાજર કર્મચારીઓ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને પોલીસ મુખ્યાલયને મોકલવામાં આવ્યો છે. જો સંબંધિત કર્મચારીઓ ટૂંક સમયમાં પાછા નહીં ફરે તો તેમની સામે સસ્પેન્શન અથવા સેવા સમાપ્તિ જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે’. પરંતુ પ્રશ્ન એ છે કે, આ પોલીસ કર્મચારીઓ ગયાં ક્યાં? આખરે શા માટે તેઓ ફરજ પર હાજર નથી થયા? તે તપાસનો વિષય છે.