વિશાખાપટ્ટનમમાં 4 દિવસમાં 11 લોકોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો….

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઓડિશાની એક કિશોરી પર બળાત્કારની ઘટના બની હતી જેમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કિશોરીનું ચાર દિવસ સુધી અલગ-અલગ સમયે અલગ-અલગ લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. કિશોરી પર પહેલા એક મજૂર અને તેના મિત્રએ બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ તે આત્મહત્યા કરવા માટે વિશાખાપટ્ટનમના આરકે બીચ પર પહોંચી ત્યારે તેને ત્યાં એક ફોટોગ્રાફર મળ્યો. ફોટોગ્રાફર પીડિતાને એક લોજમાં લઈ ગયો, જ્યાં તેણે પોતે અને તેના 8-9 મિત્રોએ પીડિતા પર બળાત્કાર કર્યો હતો.
કેશોરી પર17 ડિસેમ્બરના રોજ પહેલીવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારબાદ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ ફરી 8-9 લોકોએ તેને પોતાનો શિકાર બનાવી હતી. જો કે આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ એંગલથી પણ તપાસ કરી રહી છે કે કિશોરી સાથે 18 અને 19 ડિસેમ્બરના રોજ પણ આવી કોઈ ઘટના બની છે કે કેમ. તમામ આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વિશાખાપટ્ટનમ ન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કે શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે 17 ડિસેમ્બર 2023ના રોજ છોકરીના જન્મદિવસની ઉજવણીના બહાને ઝારખંડનો એક પરપ્રાંતિય મજૂર એક રૂમમાં લઈ ગયો. જ્યાં તેણે સગીર સાથે બળાત્કાર કર્યો. આ ઉપરાંત આરોપી સાથે તેનો મિત્ર પણ હતો અને તેણે પણ યુવતીનું યૌન શોષણ કર્યું હતું.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કે શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે પોલીસે ગુમ થયેલા કેસને દુષ્કર્મ (ભારતીય દંડ સંહિતાની કલમ 376)માં રૂપાંતરિત કર્યો છે અને તેમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) ઉમેર્યો છે. તેમજ 11 આરોપીઓને શક્ય તે માટે પોલીસ પોતાના તરફથી તમામ પ્રયાસો કરા રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ કિશોરી ઓડિશામાંથી ગુમ થયેલી ફરિયાદ અમને મળી હતી આથી 25 ડિસેમ્બરના રોજ તેને ઓડિશા પરત લાવવામાં આવી હતી.