
જયપુર: રાજસ્થાનના ટોંકમાં એક મોટી દુર્ઘટના બની છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 8 યુવકોના ડૂબી જવાથી મોત (Youth drowned in Rajsthan) થયા છે. સ્થાનિક લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતાં. આ ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ફ્રેઝર બ્રિજ નજીક 11 મિત્રો નદીમાં નહાવા ગયા હતાં. રમત રમતમાં યુવકો ઊંડાણમાં ચાલ્યા જતાં, એક પછી એક ડૂબવા લાગ્યા હતાં. સ્થાનિક લોકોએ યુવાનો પાણીમાંથી કાઢીને હોસ્પિટલમાં મોકલ્યા હતાં, જ્યાં 8 યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. 3 યુવાનો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે. તમામની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
પાણીમાંથી કાઢીને યુવકોને ટોંક સઆદત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. હોસ્પિટલ પરિસરમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
અહેવાલ મુજબ મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી છે, આ તમામ મિત્રો છે. યુવકો પિકનિક માટે ભેગા થયા હતા અને નદીમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમને ખબર નહોતી કે પાણી કેટલું ઊંડું છે. જ્યારે એક યુવક ડૂબવા લાગ્યો, ત્યારે મિત્રો એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતા પાણીમાં ડૂબી ગયા.